બાકીદારો વિરુદ્ધ RMCની લાલ આંખ:રાજકોટ મર્ચન્ટ એસો.,ઉમિયા ટેલીકોમ, બેકબોન, જાસલ કોમ્પ્લેક્ષ સહિત 45 મિલકત સિલ કરી, 82 લાખની રીકવરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાકીદારની મિલકત સિલ કરવામાં આવી - Divya Bhaskar
બાકીદારની મિલકત સિલ કરવામાં આવી

રાજકોટ મ્યુનિ. મનપાની ટેકસ શાખાએ નાણાંકીય વર્ષના છેલ્લા ત્રણ મહિના બાકી છે ત્યારે અંતે આજથી બાકી વેરા માટે કડક વસુલાત કરી શકે છે. આજે જુદા જુદા 13 વોર્ડમાં કડક રીકવરી ઝુંબેશ શરૂ કરીને 45 બાકીદારની મિલકત સિલ કરવા સાથે રૂા. 81.54 લાખની રીકવરી કરી છે.

49.10 લાખ રીકવર કરવામાં આવ્યા
હાલ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના અંત સુધી આ રીકવરી ઝુંબેશ ચાલુ રાખવા કમિશનરે સૂચના આપી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કમિશનર અમિત અરોરાએ દર વર્ષે સીલ કરાતી બાકીદારોની એકની એક મિલકતરીપીટ સીલ કરવાને બદલે નવા રીઢા બાકીદારોને પણ શોધી, માત્ર સીલનો આંકડો મોટો કરવા નહીં પરંતુ રીકવરીનો આંકડો મોટો કરવા પણ રીકવરી સેલને સૂચના આપી છે. આજે સેન્ટ્રલ ઝોનમાં 17 મિલ્કત સીલ કરી 18.90 લાખ, વેસ્ટ ઝોનમાં 11 મિલ્કત સીલ કરી 13.54 લાખ અને ઇસ્ટ ઝોનમાં 17 મિલકત સીલ કરી 49.10 લાખ રીકવર કરવામાં આવ્યા છે.

સીલ મારતા રીકવરી થઇ
વોર્ડ નં.1માં નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નં.331, 332, 413, વોર્ડ નં.4ના જુના મોરબી રોડ પર રાજકોટ મર્ચન્ટ એસો., વોર્ડ નં.પમાં પેડક રોડ પર સર્વેશ્વર ચેમ્બરમાં દુકાન નં.11 અને 13માં સીલ મારવામાં આવ્યા હતા. જુના રાજકોટના વોર્ડ નં.7માં રજપૂતપરામાં આવેલ સંજય એપાર્ટમેન્ટમાં ઓફિસ નં.307 અને 310, મહાવીર નિવાસમાં ઓફિસ નં.20માં સીલ મરાયા હતા. તો અક્ષર હાઉસ, ભકિતનગર સ્ટેશન પ્લોટના ગજહંસ કોમ્પ્લેક્ષમાં સીલ મારતા રીકવરી થઇ હતી.

બાકી વેરા બદલ જપ્તી નોટીસ ફટકારવામાં આવી
વોર્ડ નં.8 કાલાવડ રોડના બિઝનેસ પાર્કમાં પ્રથમ માળની દુકાન નં.101 સીલ મારવામાં આવી છે. વોર્ડ નં.9ના રૈયા રોડ, શિવમ સોસાયટીની મિલ્કત, નક્ષત્ર-7ની દુકાન, દિપક સોસા.ની નિર્માની ભવન અને શ્યામ પ્રભુ કોમ્પ્લેક્ષની મિલકતને બાકી વેરા બદલ જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. વોર્ડ નં.10 યુનિ. રોડ પર ઉમિયા ટેલીકોમ અને શિવશકિત કોલોનીમાં બે યુનિટ, કાલાવડ રોડ પર એસ.કે.કિંગ્સમાં એક મિલકત સીલ કરાઇ હતી. વોર્ડ નં.12 વાવડીમાં રીકવરી થઇ હતી. વોર્ડ નં.13ના સ્વામિનારાયણ ચોકમાં એક દુકાન સીલ કરાઇ હતી.

કોટક બેંકને નોટીસ ફટકારવામાં આવી
આનંદ બંગલા ચોક પાસે કોટક બેંકને નોટીસ ફટકારવામાં આવી છે. તો ટેકનો હાઇડ્રોલીકને સીલ મરાયા છે. ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં બે યુનિટને સીલ મારતા રીકવરી થઇ હતી. વોર્ડ નં.15માં ચુનારાવાડમાં આવેલ કોશીયા લેન્ડ સર્વેને સીલ મરાયા હતા. વોર્ડ નં.16માં પટેલ નગર, 80 ફુટ રોડ, કોઠારીયા રોડ પર રીકવરી કરવામાં આવી હતી. વોર્ડ નં.18ના સોમનાથ ટ્રેડર્સ, ધરમનગરમાં ક્રિષ્ના કોમ્પલેક્ષ, બાલાજી મેઇન રોડ પર બ્રહ્માણી એન્ટરપ્રાઇઝમાંથી પણ રીકવરી કરવામાં આવી હતી.આમ આજે જુદા જુદા વિસ્તારોમાંમિલકતોને સીલીંગ અને ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવતા હવે ધડાધડ બાકીવેરાના ચેક રીલીઝ થાય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...