રાજકોટ મનપા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે મવડી રોડ ખાતે અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફૂડ શાખાએ આજે ખાણીપીણીના 45 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 12 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ દબાણ હટાવ શાખાએ 4 રેકડી અને 280 ઝંડી, બેનર જપ્ત કર્યા હતા.
ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. 13માં સમાવિષ્ટ મવડી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો/ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે કુલ 7 સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે 2045 ચો. ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જેમાં નવસર્જન કોમ્પ્લેક્ષ, મારૂતિ પંચર અને બોરડી ટી સ્ટોલ, પ્રણામ ઓટો, ગુરુકૃપા, હોટેલ મુરલીધર, ડીલક્સ પાન, બાલાજી ઓટો અને વ્રજ વિહાર એપાર્ટમેન્ટ ખાતેથી પાર્કિંગને નડતરરૂપ પતરા તેમજ પાર્કિંગને જાહેરાતના કિઓસ્ક દૂર કરાવવામાં આવ્યા હતા.
વેરા વસુલાત શાખાની કામગીરી
વેરા વસુલાત શાખા દ્વારા બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 41 પ્રોપ્રટીની રૂ.14,62,460 લાખની વસુલાત કરવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મવડી રોડ પરથી જાહેરમાં કચરો ફેકનાર અને ગંદકી કરવા બદલ 13 આસામીઓને રૂ. 3250નો વહીવટી ચાર્જ, કચરાપેટી કે ડસ્ટબીન ન રાખવા અંગે 6 દુકાનદારોને રૂ.1500નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા બદલ 16 દુકાનદારોને રૂ.8000નો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આમ કુલ 39 આસામીઓ પાસેથી કુલ રૂ.12750નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
ફૂડ શાખાની કામગીરી
ફૂડ શાખા દ્વારા મવડી મેઇન રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન પ્રિપેર્ડ ફૂડ 12 કિલા જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 15 ફૂડ ઓપરેટરના લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ આપી હતી. 20 જગ્યાએથી ઓઇલ તેમજ બેકરી આઇટમના નમૂના લેવામાં આવ્યા હતા.
ગાર્ડન શાખાની કામગીરી
બગીચા શાખા દ્વારા વોર્ડ નં. 12ના મવડી મેઇન રોડમાં નડતરરૂપ 41 વૃક્ષોનું ટ્રિમિંગ, રોડ ડિવાઇડરમાં ગેઇપ ફિલિંગ માટે અંદાજે 3000 છોડ વાવવામાં આવ્યા છે, તેમજ ડિવાઇડરના પ્લાન્ટસને સુવ્યવસ્થિત કરવા કટિંગ તથા વિડિંગ અને મલ્ચિંગની કામગીરી 1560 મીટરમાં કરવામાં આવી છે. તેમજ નમેલા ડેમેજ 15 નંગ ટ્રી ગાર્ડને વ્યવસ્થિત કરવામાં આવ્યા છે.
દબાણ હટાવ શાખાની કામગીરી
દબાણ હટાવ શાખા દ્વારા મવડી રોડ પરથી નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 4 રેકડી અને કેબિન જપ્ત કરવામાં આવી હતી. તેમજ 280 બોર્ડ, બેનર અને ઝંડી જપ્ત કરવામાં આવી હતી.
બાંધકામ શાખાની કામગીરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.