તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇસન્સ કૌભાંડ:બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં 44મો આરોપી પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ દસ્તાવેજથી હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું

શહેરના આરટીઓ કચેરીમાં એજન્ટ દ્વારા બે વર્ષ પહેલા આચરવામાં આવેલા બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં પોલીસે 44મો આરોપી ઝડપી લીધો છે. આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સોએ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની લાયકાત ન ધરાવતા લોકોને બોગસ દસ્તાવેજના આધારે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

પદાર્ફાશ થયા બાદ પોલીસે 2019માં ગુનો નોંધી એજન્ટ તેમજ ખોટી રીતે લાઇસન્સ મેળવનાર આરોપીઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. આ કૌભાંડમાં ગોંડલ રોડ, આંબેડકરનગરમાં રહેતા રમેશ કેશુર મકવાણા નામના શખ્સે પણ પોતે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સની લાયકાત ધરાવતો ન હોવા છતાં એજન્ટ મારફત બોગસ દસ્તાવેજના આધારે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. નામ ખુલ્યા બાદ આરોપી જામજોધપુરના બુટાવદર ગામે હોવાની પોલીસને માહિતી મળતા એક ટીમને ત્યા દોડાવી આરોપીને પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...