રાજકોટ જિલ્લા પંચાયતની આગામી 20 ઓગસ્ટે સામાન્ય સભા મળવા જઈ રહી છે. ત્યારે આ સભા માટે અત્યાર સુધીમાં પંચાયતના સભ્યોએ 44 સવાલ મોકલ્યા છે. જોકે લોકોના જે સવાલો છે એજ સવાલો પંચાયતના સભ્યોએ મોકલ્યા છે. જેમાં આરોગ્ય, રોડ- રસ્તા અને વીજળીને લઈ સૌથી વધુ સવાલો છે. સામાન્ય સભામાં પૂછવા માટેના પ્રશ્નો સ્વીકારવાનું છેલ્લા 6 દિવસથી શરૂ છે. ત્યારે પંચાયતના સભ્યોએ સવાલનો ઢગલો કર્યો છે. અત્યાર સુધીમાં 44 પ્રશ્ન આવ્યાં છે. આજે પણ છેલ્લા દિવસે પ્રશ્નો સ્વીકારવામાં આવશે.
જેથી સવાલોનો આંક 50 પર પહોંચી શકે છે. જિલ્લા પંચાયતના સભ્યોએ મોકલેલા સવાલોમાં મોટાભાગના લોકોના પ્રશ્નો છે. પંચાયતમાં લોકો જે સવાલ કરતાં હોય છે તે જ સવાલો સભ્યોએ કર્યા છે. જેમાં સૌથી વધુ આરોગ્યને લઈને પ્રશ્નો આવ્યાં છે. સાથે જ રોડ- રસ્તા, બાંધકામ, સિંચાઈ, વીજળી, આઈસીડીએસ તેમજ ખેતીવાડીને લઈને સવાલો મોકલવામાં આવ્યાં છે.
સૌથી વધુ જામકંડોરણાના સભ્ય કંચનબેન બગડાના 13 પ્રશ્ન આવ્યાં છે. જ્યારે વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાના 9 સવાલ છે. જોકે વિપક્ષ નેતાના આગળના 7 સવાલ પણ હજુ પેન્ડિંગ છે. તેમાં પણ આ વખતે કોંગ્રેસના સભ્યો તરફથી પૂછવામાં આવેલા સવાલો પાછળ રાખવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.