કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા, 39 દર્દી ડિસ્ચાર્જ, 230 દર્દી સારવાર હેઠળ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં આજે નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 39 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તેમજ હાલ 230 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64368 પર પહોંચી છે. આ સિવાય 19 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં 10 વર્ષનો બાળક અને અમદાવાદથી આવેલા વૃદ્ધનો સમાવેશ થાય છે.

શહેરમાં આજે આ વિસ્તારોમાં કેસ નોંધાયા
શહેરના જંગલેશ્વર, ભક્તિનગર, મુંજકા, નાના મવા, મવડીના બાપાસીતારામ ચોક, સત્યમ પાર્ક, રાજદીપ સોસાયટી, શક્તિનગર, સિલ્વરવુડ, ઓસ્કાર સિટી, યુનિવર્સિટી રોડ, જલારામ સોસાયટી, સોમનાથ સોસાયટી, દેવકુંવરબા સ્કૂલ પાસે, કોઠી કમ્પાઉન્ડ, રેલનગર, સુભાષ ચંદ્ર બોઝ ટાઉનશીપ, રામનાથ પરા, સાંગણવા ચોક, આલાપ ગ્રીન, ગોવિંદનગર, એરપોર્ટ રોડ, શ્રી સદગુરુ ટાવર, શ્રીનાથજી સોસાયટી, ગાંધીગ્રામ, નાણાવટી ચોક, શિવાજી પાર્ક સહિતના વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. મનપાની આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને તેમની ટીમ દ્વારા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સોમવારે 44 કેસ નોંધાયા હતા
​​​​​​​
રાજકોટમાં કોરોનાના 26 કેસ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 44 થઇ હતી. સોમવારે કોરોનામાંથી સાજા થયેલા 12 દર્દીને રજા આપવામાં આવી હતી. સોમવારે સૌથી વધુ 16 કેસ વોર્ડ નં.8માં નોંધાયા છે.

તંત્રએ ટેસ્ટિંગની સંખ્યા વધારી
શહેરના લક્ષ્મીનગર, ગુલાબનગર, ચુનારાવાડ, સ્વાતિપાર્ક, આંબેડકરનગર, ઉદયનગર - 1, સમૃદ્ધિનગર, ઓમનગર, શાસ્ત્રીનગર, નાનામવા, અંબિકા ટાઉનશિપ, સિલ્વર હાઈટ્સ, મવડી ક્વાર્ટર, જાનકી પાર્ક, બિશપ હાઉસ, સદગુરુ વાટિકા, જામનગર રોડ, રેસકોર્સ પાર્ક, દૂધની ડેરી, મનહર પ્લોટ, હાથીખાના, રૈયા રોડ, સત્યનારાયણ પાર્ક સહિતના વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળ્યા છે. સોમવારે એકાએક કેસની સંખ્યા વધતા તંત્રએ પણ ટેસ્ટિંગની સંખ્યા વધારી છે.

ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા એકસાથે દેખાયા, કુલ આઠ કેસ
રાજકોટમાં સતત વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાવા સહિતના કારણોએ ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો પ્રસર્યો હોય તે રીતે પ્રવર્તમાન સપ્તાહે લાંબા સમયે મેલેરિયાના 3, ડેન્ગ્યુના 4 અને ચિકનગુનિયાના 1 એમ કુલ આઠ નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે શરદી-ઉધરસના 307, ઝાડા-ઊલટીના 87 અને સામાન્ય તાવના 74 કેસ નોંધાયા છે.