તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાન:44 કોર્ટ શરૂ, એક જ ગેટ ખુલતા જજ, વકીલો, અરજદારો પરેશાન

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે કોર્ટ રૂમ, બાર રૂમ, લાઇબ્રેરી સહિતના સ્થળોને કરાયું સેનેટાઇઝ

કોરોનાની મહામારીના લાંબા સમય બાદ રાજકોટની 44 વિવિધ અદાલતો સોમવારથી ફરી પૂર્વ:વત થઇ છે. મહામારીના સમયમાં અરજન્ટ કેસોની ઓનલાઇન વીડિયો કોન્ફરન્સથી ચાલતી કાર્યવાહી બાદ ફિઝિકલ કામગીરી શરૂ થતા રાજકોટ બારમાં નોંધાયેલા 3685 વકીલોમાં આનંદની લાગણી છવાઇ હતી.

હાઇકોર્ટના નિર્દેશ મુજબ કોર્ટ બિલ્ડિંગનો માત્ર એક જ ગેટ ખોલવામાં આવતા જજીસ, વકીલો તેમજ અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આજે જુદી-જુદી અદાલતોમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા કોર્ટ રૂમ, બાર રૂમ, લાઇબ્રેરી સહિતના સ્થળોને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતુ. કોર્ટ સંકુલમાં પ્રવેશતા તમામ લોકોને થર્મલ સ્ક્રીનિંગથી ચકાસણી કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

2 જયારે ગત માર્ચ મહિનામાં મહામારીની અસર થોડી ઓછી થતા ફિઝિકલ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ 20 દિવસ બાદ મહામારીએ ફરી ફૂંફાડો મારતા વધુ એક વખત ફિઝિકલ કામગીરી બંધ કરી માત્ર અરજન્ટ કેસને વીડિયો કોન્ફરન્સથી ચલાવવાનો નિર્ણય કરાયો હતો. આમ મહામારીને કારણે કોર્ટ કામગીરીમાં વિક્ષેપ આવતા હજારો કેસનો ભરાવો થયો છે ત્યારે હવે પૂરતા સ્ટાફ સાથે અદાલતો શરૂ થતા જુદી-જુદી અદાલતોના પેન્ડિંગ કેસનો નિકાલ કરવામાં આવશે. જો કે, પહેલા દિવસે કોર્ટ સંકુલમાં વકીલો, નોટરી જોવા મળ્યા હતા.

250થી વધુ પેન્ડિંગ કેસનો ટૂંકમાં ચુકાદો
કોરોનાની મહામારીને કારણે શહેરની જુદી જુદી અદાલતમાં હજારોની સંખ્યામાં કેસનો ભરાવો થઇ ગયો છે. જેને કારણે 250થી વધુ જુદા જુદા કેસની સુનાવણી પૂરી થઇ જવા છતાં વર્તમાન સ્થિતિને કારણે ચુકાદો આપી શકાયો ન હતો. ત્યારે હવે ફિઝિકલ કામગીરી શરૂ થતા ટૂંક સમયમાં ઉપરોકત પેન્ડિંગ કેસના ચુકાદા જાહેર થશે તેમ સિનિયર વકીલોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...