કાર્યવાહી:રસુલપરામાં 4.37 લાખનો દારૂ ઉતર્યો ને પોલીસ ત્રાટકી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના ગોંડલ રોડ પર આવેલા રસુલપરા-4માં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ પી.બી.જેબલિયા સહિતના સ્ટાફે સોમવારે વિદેશી દારૂનો જથ્થો જ્યા ઉતર્યો હતો તે ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ઓરડીમાંથી રૂ.4,36,800ના કિંમતના વિદેશી દારૂની 840 બોટલ મળી આવી હતી. તેમજ ઓરડીમાંથી આ જ વિસ્તારમાં રહેતા યાસીન ઉર્ફે મુન્નો જુસબ હાલા અને પાનનો ધંધાર્થી જાહિદ સીદી બ્લોચને પકડી પાડ્યા હતા. પોલીસે દારૂ, મોબાઇલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે.

બંનેની પૂછપરછમાં કુખ્યાત બૂટલેગર હર્ષદ ઉર્ફે માજન માણેકલાલ સોનીએ આજે જ સવારે જ શરાબનો જથ્થો મોકલ્યો હોવાની કેફિયત આપી છે. વિદેશી દારૂનો જથ્થો રાખવા માટે બંને શખ્સે ઓરડી ભાડે રાખી છે. પકડાયેલો યાસીન અગાઉ શહેરમાં રાયોટ સહિતના પાંચ ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જેને કારણે અગાઉ બે વખત તડીપાર પણ કરાયો છે. જ્યારે પાનનો ધંધાર્થી જાહિદ અગાઉ પ્રોહિબિશન સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પીએસઆઇ જેબલિયાએ જણાવ્યું છે. વધુ એક વખત કુખ્યાત બૂટલેગર હર્ષદ ઉર્ફે માજનનું નામ ખૂલતા પોલીસે હાલ નાસતા ફરતા બૂટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...