સુજલામ સુફલામ અસફળ:જળસંચયના નિર્ધારિત કામો પૈકી 43.38% કામ હજુ બાકી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 37.5% જ કામ થયા, 5.51% સ્થગિત કરાયા

રાજ્યમાં જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો દરવર્ષે હાથ ધરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમનું ડિસિલ્ટિંગ તથા રિપેરિંગ તથા હયાત નહેરોની સાફસફાઈ, મરામત તથા જાળવણી કરવી તે મુખ્ય કામગીરી હોઈ છે. ત્યારે 31 મે જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી તેને ધ્યાને લેતા કુલ જે માસ્ટર પ્લાનમાં 272 કામ નક્કી કરાયા હતા, તેમાંથી 43.38 ટકા કામ બાકી રહ્યા છે, માત્ર 37.5 ટકા જ કામ થયું છે. બીજી તરફ 5.51 ટકા કામ રદ અને સ્થગિત કરાયા છે, અને ખાલી 13 ટકા જ કામ પ્રગતિ હેઠળ છે.

સુજલામ સુફલામ યોજનાના અધિકારી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જે કામ અટકી પડ્યા છે કે જે કામ શરૂ નથી થયા તેનું મુખ્ય કારણ કોરોના છે. સામે જે મજૂર મળવા જોઈએ તે મળી શકતા નથી, જેના કારણે ઘણા કામો થઇ શક્યા નથી. ત્યારે ફરી એક વખત કામ ન થતા લોકોને ઘણી તકલીફ પડી રહી છે. સામે લોકભાગીદારીના કુલ 100 કામ જે નક્કી કરવામાં આવ્યા હતા તેમાંથી માત્ર 21 કામ પૂર્ણ થયા છે. જ્યારે હજુ પણ 2 કામ ચાલુ છે, તો સામે 3 કામ રદ થઇ ગયા છે.

બીજી તરફ 74 કામ એવા છે કે, જે હજુ ચાલુ પણ નથી થયા. સુજલામ સુફલામ હેઠળ જે કામ નક્કી કરવામાં આવે છે તે હજુ પણ કોઈ વર્ષ પૂર્ણ થયા નથી. સામે તંત્ર દ્વારા જે ઝડપભેર કામ કરવું જોઈએ તે કરવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...