સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ:રાજકોટમાં આજે 20 સોસાયટીમાં PGVCLની 43 ટીમના દરોડા, 132 ક્નેક્શનમાંથી 28.76 લાખની વીજચોરી ઝડપી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારથી જ 43 ટીમો ચેકિંગ કરી રહી છે. - Divya Bhaskar
સવારથી જ 43 ટીમો ચેકિંગ કરી રહી છે.
  • ગઇકાલે 138 ક્નેક્શનમાંથી 31.10 લાખની વીજચોરી ઝડપી પાડી હતી

રાજકોટ શહેરમાં આજે સતત ત્રીજા દિવસે PGVCL દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સિટી ડિવિઝન 3માં કરેલા ચેકિંગ બાદ આજ રોજ સિટી ડિવિઝન 1 હેઠળ વિસ્તારમાં 43 ટીમ દ્વારા 11 KVના કુલ 8 ફીડર આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ગોપાલ રેસીડેન્સી, શક્તિ સોસાયટી, રોયલ રેસીડેન્સી, રાધામીરા સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, સંતોષ પાર્ક, સોમનાથ સોસાયટી, ઋષિ પ્રસાદ સોસાયટી, રાધિકા પાર્ક સહિત 20થી વધુ સોસાયટીનો સમાવેશ થાય છે. આજની વીજ ચેકિંગની ડ્રાઇવમાં 1091 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 132 ક્નેક્શનમાંથી 28.76 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

વીજ ચેકિંગમાં 11 KVના 8 ફીડરનો સમાવેશ કરાયો
રાજકોટ શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વીજચોરી ઝડપી લેવા PGVCLની ટીમો ઉતારી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે વહેલી સવારથી રાજકોટ સિટી ડિવિઝન 3 હેઠળ 20થી વધુ વિસ્તારોમાં 43 ટીમોએ દરોડાનો દૌર શરૂ કર્યો હતો. જેમાં 11 KVના 8 ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગુરૂવારે 27.45 લાખની વીજચોરી ઝડપી હતી
એક સપ્તાહ બાદ ફરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે સતત ત્રીજા દિવસે સવારથી રાજકોટ શહેર ડિવિઝન 3 હેઠળ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સિટી ડિવિઝન 2 હેઠળ ચેકિંગ દરમિયાન 42 ટિમો દ્વારા 1142 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 130 ક્નેક્શનમાંથી 27.45 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે ગઈકાલે સીટી ડિવિઝન 1 હેઠળ ચેકિંગ દરમિયાન 48 ટીમે 1293 કનેક્શન ચેક કર્યા હતા. જેમાં 138 ક્નેક્શનમાંથી 31.10 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...