તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપીકેસ:ચોરી કરતા 43 વિદ્યાર્થીને 2 અને 4ને 5 સેમેસ્ટરની સજા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની ઈડીએસીની મિટિંગમાં કોપીકેસના વિદ્યાર્થીઓને સજા ફટકારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે પરીક્ષા દરમિયાન કોપીકેસ, ગેરરીતિ સહિતના કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટે મળેલી EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની મિટિંગમાં કુલ 47 પૈકી 43 વિદ્યાર્થીને 1+1 એટલે કે બે સેમેસ્ટરની અને 4 વિદ્યાર્થીને 1+4 એટલે કે પાંચ સેમેસ્ટર સુધી પરીક્ષામાંથી સસ્પેન્ડ કરવાની સજા કમિટીના સભ્યોએ ફટકારી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી પરીક્ષાઓ દરમિયાન કોપી કેસ કરતા પકડાયેલા, સુપરવાઈઝર કે અધ્યાપક સાથે ગેરરીતિ કરતા પકડાયેલા, કાપલીમાંથી લખવા જેવી જુદી જુદી ગેરરીતિ સબબ પકડાયેલા વિદ્યાર્થીઓને સજા કરવા માટે સોમવારે યુનિવર્સિટીમાં કુલપતિના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. આ બેઠકમાં કુલ 4 વિદ્યાર્થીની ઉત્તરવહીમાં લખાણ જુદા જુદા અક્ષરવાળું માલૂમ પડતા તેમને પાંચ સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપવા દેવાનો નિર્ણય કરાયો હતો જ્યારે બાકીના 43 વિદ્યાર્થીને બે સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા કરવા યુનિવર્સિટીના સત્તાધીશો અધિરા હોય છે. ખોટું થતું હોય ત્યાં આકરા પગલાં અને સજા થવી જ જોઈએ એ સારી બાબત છે અને જરૂરી પણ છે. પરંતુ જ્યારે યુનિવર્સિટીના અધિકારીઓ કે સત્તાધીશો કંઈ ખોટું કરે તો તેની સામે પગલાં લેવાને બદલે રિતસર લાજ કઢાઈ છે.

અન્ય સમાચારો પણ છે...