કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 29 કેસ નોંધાયા, 25 દર્દી ડિસ્ચાર્જ, 243 દર્દી સારવાર હેઠળ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં આજે નવા 29 કેસ નોંધાયા છે. તેમજ 25 દર્દીએ કોરોનાના હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64473 પર પહોંચી છે. હાલ 243 દર્દી સારવાર હેઠળ છે.

રાજકોટ શહેરમાં ગુરુવારે નવા 43 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 36ને ડિસ્ચાર્જ કરાયા છે. સતત ત્રીજા દિવસે ડિસ્ચાર્જ કરતા નવા કેસની સંખ્યા વધારે રહેતા એક્ટિવ કેસનો આંક પણ વધ્યો છે.

વોર્ડ નં. 8માંથી 12 પોઝિટિવ નોંધાયા
જે નવા કેસ આવ્યા છે તેમાં વોર્ડ નં. 17માંથી 11 કેસ આવ્યા છે. જ્યારે વોર્ડ નં. 8માંથી 12 પોઝિટિવ નોંધાયા છે. આ તમામ કેસ પૈકી રેલનગર વિસ્તારમાં અમૃત સોસાયટીમાંથી માત્ર 1 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી આવી નથી.

આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં પત્રકાર સોસાયટી, મોમ્બાસા એવન્યુ, હસનવાડી, પંચનાથ પ્લોટ, વિજય પ્લોટ, રામનાથ પરા, ચંદ્રનગર, શાંતિનગર, મણી નગર, જ્યોતિ નગર,પૂજા પાર્ક, લક્ષ્મી પાર્ક, ધર્મરાજ પાર્ક, ગોલ્ડન પાર્ક, અમૃત પાર્ક,વિક્રાંતિ, શ્રી ગણેશ, સોમનાથ, ગોપાલ ચોક, ભવનાથ, હુડકો, રેવ હેવન, ઋષિકેશ એકસોટીકા, યોગી નિકેતન, સદગુરુ ટાવર, વિનોદ આવાસ, ધારેશ્વર, ગોલ્ડન નેસ્ટ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, શ્રોફ રોડ, કાલાવડ રોડ, આશાપુરા રોડ, દૂધ સાગર રોડ વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે.

ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી
શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે પણ તેટલા ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી. ગુરુવારની સ્થિતિએ રાજકોટ શહેરમાં 1300 ટેસ્ટ થયા હતા જ્યારે 43 પોઝિટિવ કેસ આવ્યા હતા આ કારણે પોઝિટિવિટી રેટ 3.31 ટકા થયો છે. તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કેસની સંખ્યા હજુ પણ વધશે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે.