જયપુર CIDનો દરોડો:રાજસ્થાનની હોટેલના જુગાર ક્લબમાંથી રાજકોટના 4 સહિત સૌરાષ્ટ્રના 43 ઝડપાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુગાર રમતા ઝડપાયેલા ગુજરાતીઓ. - Divya Bhaskar
જુગાર રમતા ઝડપાયેલા ગુજરાતીઓ.
  • રાજસ્થાનની હોટેલમાં ચાલતી ક્લબમાંથી રૂ.34.55 લાખની રોકડ જપ્ત
  • માંડવીના ધારાસભ્યના કૌટુંબિક ભત્રીજાએ હોટેલ પરથી કૂદકો માર્યો

રાજસ્થાનના સાંચોર શહેરમાં આવેલી હોટેલમાં જયપુર સીઆઇડીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા 43 લોકો અને હોટેલ સંચાલક સહિત 45ને રૂ.34.55 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી જુગાર રમવા માટે પત્તાંપ્રેમીએ રાજસ્થાન પહોંચ્યા હતા, પોલીસને જોઇને છ લોકોએ હોટેલમાં 30 ફૂટ ઊંચેથી કૂદકો મારતા છએય હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતા.

પોલીસે હોટેલના તમામ રૂમને કવર કરી દરોડો પાડતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. છ જુગારીએ તો હોટેલની 30 ફૂટની ઊંચાઇ પરથી કૂદકો માર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે એ છએયને પણ ઝડપી લીધા હતા, જેમાં કચ્છ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના કૌટુંબિક ભત્રીજા અજિતસિંહ જાડેજાનો પણ સમાવેશ થયો હતો, અજિતસિંહને રાજસ્થાનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જુગાર રમતા ઝડપાયેલા 43 પૈકી રાજકોટના ગોલિડાના એંજલ ગોરધન પટેલ, જમુનાપાર્કના રાજન વિનોદ વેકરિયા, જય ચીમનલાલ ઠક્કર, વિનાયકનગરના દેવજી ચકુ આહીર તથા જામનગરના વાલજી ભવાન દલવાડી, અમૃત ધાલુમલ સિંધી, દિનેશ ગંગારામ સિંધી તથા મોરબીના સામત રામજી, એઝાઝ ઉમર ઘાંચી, અલારખા હબીબ, કમલેશ માત્રા રબારી અને કચ્છના 25 લોકોનો સમાવેશ થયો હતો. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂ.34.55 લાખ કબજે કર્યા હતા.

પોલીસે હોટેલના સંચાલક મહેન્દ્ર પુનિયા હાપુરામ વિશ્નોઇ અને કર્મચારી રામસિંહ શૈતાનસિંહ રાજપૂતને પણ સકંજામાં લીધા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હોટેલના અલગ અલગ રૂમ જુગાર રમવા ભાડે રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...