મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો:રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 43, ચિકનગુનિયાના 4 અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો, મચ્છર ઉત્પત્તિ મામલે 970 આસામીને નોટિસ ફટકારી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મચ્છરજન્ય રોગોને નાથવા શહેરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
મચ્છરજન્ય રોગોને નાથવા શહેરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
  • આરોગ્ય વિભાગે 40,897 ઘરોમાં પોરાનાશક અને 4,831 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 43, ચિકનગુનિયાના 4 અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં મચ્છર ઉત્પત્તિ મામલે 970 આસામીને નોટિસ ફટકારી રૂ.7100નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છરજન્ય રોગોનો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

રોગનું નામઅઠવાડિક કેસની સંખ્યાવર્ષમાં નોંધાયેલા કેસ
ડેન્ગ્યુ43362
મેલેરિયા150
ચિકુનગુનિયા426

4,831 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.08/11થી 14/11 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 40,897 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે. તેમજ 4,831 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગની ટીમે ઘરોમાં ફોગિંગની કામગીરી કરી.
આરોગ્ય વિભાગની ટીમે ઘરોમાં ફોગિંગની કામગીરી કરી.

આટલા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું
આ કામગીરી હેઠળ જયનાથ પાર્ક, જાગનાથ પ્લોટ, રેલનગર 2, માર્કેટિંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર, શિવ સંગમ સોસાયટી, નંદભૂમિ એપાર્ટમેન્ટ, શ્યામલ વાટિકા એપાર્ટમેન્ટ, ટી.એન. રાવ કોલેજ પાસે, કનકનગર, ગઢીયાનગર, જય ભોજલરામ સોસાયટી, વર્ધમાનનગર, શ્રીરામ પાર્ક, શેરી નં.5 અને આજુબાજુનો વિસ્તાર, અયોધ્યા ચોક પાસે વગેરે વિસ્તારો ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી છે. ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાંક સિવાય અન્ય 506 બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે.

ઘરોમાં પાણીના ટાંકામાં પોરાનાશક દવા નાખવામાં આવી.
ઘરોમાં પાણીના ટાંકામાં પોરાનાશક દવા નાખવામાં આવી.

મચ્છરોના ફેલાવા માટે આવું વાતાવરણ અનુકૂળ
મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસા ઋતુ દરમિયાન તથા ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ-સફાઈનો અભાવ, પોતાના સ્‍વાસ્‍થ્ય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...