તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ ઓક્સિજનનું પરિવહન:4281.72 ટન ઓક્સિજન અન્ય રાજ્યોમાં મોકલાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત 5 કર્મચારીઓની મહત્ત્વની ભૂમિકા
  • હાપા અને કાનાલુસ સ્ટેશનથી 43 ટ્રેન રવાના કરાઇ

રાજકોટ ડિવિઝનના હાપા અને કાનાલુસ સ્ટેશનથી 43 ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં દેશના જરૂરિયાતમંદ રાજ્યોમાં કુલ 4281.72 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું છે. સમયસર આ ઓક્સિજન ટ્રેન પહોંચે તે માટે કુલ પાંચ કર્મચારીઓની મહત્ત્વની ભૂમિકા રહી છે.

મેડિકલ ઓક્સિજન સમયસર પહોંચે તે માટે ટ્રાફિક ઈન્સ્પેક્ટરે અડધી રાત્રે ટેક્નિકલ સમસ્યા દૂર કરી, લોડિંગ - અનલોડિંગનું કામ સમયસર પૂરું કર્યું છે તો મહિલા કર્મચારીએ કોમર્શિયલ પ્લેસમેન્ટ, રિલીઝ, રેલવે રસીદો જનરેટ કરી, ટેન્કરમાં માપ, પેકિંગ અને લેસિંગના કાર્યથી પરિવહન સરળ બનાવ્યું છે.

હાપા સ્ટેશનના સ્ટેશન મેનેજર અજય પાલધીકરે જણાવ્યું હતું કે, સંબંધિત સ્ટાફ દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું લોડિંગ અને અનલોડિંગ સમયસર પૂર્ણ થાય છે. તેમની પ્રાથમિકતા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન સમયસર થાય અને ટ્રેન કોઈ પણ વિલંબ વિના તેના ગંતવ્ય સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે. હાપામાં કોમર્શિયલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પૂજા ડાંગરે જણાવ્યું હતું કે, જ્યારે પણ હાપા ગુડ્સ શૅડમાંથી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવે છે, ત્યારે તેઓ ગુડ્સ શેડમાં હાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે...