તાપમાન ઊંચકાવાની સંભાવના:રાજકોટમાં 42.3 ડિગ્રી, બે-ત્રણ દિવસ ગરમી વધવાની સંભાવના, તાપને કારણે બપોરે શહેરના રસ્તા સૂમસામ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ લોકો હજુ પણ આકરી ગરમીનો અહેસાસ કર રહ્યા છે. બીજી તરફ આગામી બે-ત્રણ દિવસ તાપમાન ફરી ઊંચકાવાની સંભાવના છે. રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે.

સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ 43.6 ડિગ્રી સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, 1થી 16 મેના 16 દિવસોમાંથી 14 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો છે. એમાંય ખાસ કરીને મેમાં ત્રણ દિવસ તો તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું. જેને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.

ક્યાં કેટલું તાપમાન

શહેરતાપમાન
રાજકોટ42.3
અમદાવાદ43.6
ગાંધીનગર42.8
વડોદરા40
સુરત34.2
ભુજ40
ભાવનગર41
પોરબંદર34.6
વેરાવળ34.1
સુરેન્દ્રનગર42
કેશોદ37.4
અન્ય સમાચારો પણ છે...