રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ 103 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સુચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ, બોટાદ અને ભૂજ ડિવિઝનમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ 42 ટીમ સવારથી ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, દિવાનપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકિંગ માટે ઉતરી છે.
શહેરના આટલા વિસ્તારોમાં વીજચેકિંગ
એક દિવસના વિરામ બાદ આજે સતત બીજા દિવસે ફરી રાજકોટ શહેરના કોઠારિયા રોડ, મિલપરા, પ્રહલાદ પ્લોટ સહિત વિસ્તારોમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર 1 ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 42 ટીમ દ્વારા આજે સવારે 8 વાગ્યાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શિયાણી સોસાયટી, સાગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા, કેનાલ રોડ, ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, દિવાનપરા, સોની બજાર, પેલેસ રોડ, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ પાસનો વિસ્તાર, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠિયાવાડી સર્કલ સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગઇકાલે 21.07 લાખની વીજચોરી ઝડપાઇ હતી
આજે શરૂ કરવામાં આવેલી ચેકિંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના 11 KV ભક્તિનગર, 11 KV 80 ફૂટ રોડ, 11 KV ઉદ્યોગનગર, 11 KV અમી ધારા, 11 KV સોની બજાર, અને 11 KV પેલેસ રોડ ફીડર આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે PGVCLના ચેકિંગ દરમિયાન 1086 કનેક્શન ચેક કરી 115 ક્નેક્શનમાંથી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 115 કનેક્શનમાંથી કુલ 21.07 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.