તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:10 વર્ષથી 419 વિદ્યાર્થી થાય છે નાપાસ! યુનિ.ને દર વર્ષે પરીક્ષાર્થી દીઠ રૂ.1300થી વધુનો ખર્ચ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 10-10 વર્ષથી નાપાસ થતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા યુનિવર્સિટી વર્ષે 5.50 લાખથી વધુ ખર્ચે છે
 • 5 વિદ્યાર્થી હોય તો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મિનિમમ 50 પેપર છપાવવા પડે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓ એક-બે નહીં પરંતુ 10-10 વર્ષથી એક જ કોર્સમાં ફેલ થઇ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બીબીએ, બીસીએ, બીએસસી, બી.કોમ, બીએ, બીએસસી આઈટી સહિતના કોર્સમાં અભ્યાસ કરતા 419 વિદ્યાર્થી એવા છે જેઓ એક-બે કે ત્રણ વિષયમાં 2010થી અત્યાર સુધી એટલે કે દસ-દસ વર્ષથી પરીક્ષા આપી રહ્યા છે છતાં પાસ નથી થઇ શકતા. અને યુનિવર્સિટીને આવા એક વિદ્યાર્થી પાછળ આશરે રૂ.1300થી વધુનો ખર્ચ થઇ રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી નાપાસ થતા વિદ્યાર્થીની પરીક્ષા લેવા પાછળ યુનિવર્સિટી દર વર્ષે 5.50 લાખથી વધુનો ખર્ચ કરી રહી છે.

પરીક્ષા માટે આટલી પ્રક્રિયા કરવી પડે

 • જે-તે વિષયની પરીક્ષાનું પેપર સેટ કરવા અધ્યાપકોની કમિટી બને.
 • પરીક્ષા માટેના કુલ 3 પેપર કાઢવા પડે જેમાંથી 1 ફાઈનલ થાય.
 • વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ સ્વીકારવા પડે, હોલ ટિકિટ જનરેટ કરવી પડે,
 • પેપર છપાવવા પડે, વિદ્યાર્થી 5 હોય તો પણ પેપર મિનિમમ 50 છાપવા પડે.
 • પરીક્ષા કેન્દ્ર ફાળવવું પડે, જે-તે કોલેજને પરીક્ષા સંચાલનનો ખર્ચ ચૂકવવો પડે.
 • ઉત્તરવહી, પ્રશ્નપત્ર કેન્દ્ર પર ગાડીમાં મોકલવા, મગાવવા પડે.
 • ઉત્તરવહી ચકાસણી કરવા અધ્યાપકો રાખવા પડે, પરિણામ જાહેર કરવા પડે

BBAમાં 1, MJMCમાં 2, B.Sc ITમાં 2 વિદ્યાર્થીની પરીક્ષા લીધી

કોર્સવિદ્યાર્થીની સંખ્યા
MJMC સેમ-12
BBA સેમ-5

અમરેલીમાં 6, જૂનાગઢમાં 2, વેરાવળમાં 6,

મોરબીમાં 5, અમરાપુરમાં 1 વિદ્યાર્થી

BCA સેમ-5 (2010)

અમરેલીમાં 4, ભાયાવદરમાં 1, જૂનાગઢમાં 2, જામનગરમાં 13

BCA સેમ-5 (2011-12)

જૂનાગઢમાં 7, જામનગરમાં 12, અમરેલીમાં 18

B.com સેમ-5

બગસરામાં 5, લીંબડીમાં 17, જેતપુરમાં 3, લાઠીમાં 4,

જસદણમાં 1, સુરેન્દ્રનગરમાં 14

BA સેમ-5

કુલ 227 વિદ્યાર્થી, 35 કેન્દ્ર: દીવમાં 5, પ્રભાસપાટણમાં 2,

જૂનાગઢમાં 14
BSC IT સેમ-5 (2010)

ધોરાજીમાં 1, સુરેન્દ્રનગરમાં 1

BSC IT સેમ-5 (2012-13)જૂનાગઢમાં 1
BBA સેમ-5 (2012-13)સુરેન્દ્રનગરમાં 1
BCA સેમ-5 (2012-13)

કુલ 30 વિદ્યાર્થી, 13 પરીક્ષા કેન્દ્ર: વેરાવળમાં માત્ર 6 વિદ્યાર્થી

BSC સેમ-5 (2012-13)

કુલ 35 વિદ્યાર્થી, 13 કેન્દ્ર જેમાં અમરેલીમાં 5,

જામનગરમાં 5, સોમનાથમાં 3

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો