શિક્ષણ:Ph.D માટે કોમર્સમાં 411, ઇન્ડિયન કલ્ચરમાં માત્ર 2 અરજી આવી!

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 9 અને 11મીએ 197 જગ્યા માટે આત્મીય કોલેજમાં 2423 વિદ્યાર્થીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા વિષયોમાં પીએચડીની ખાલી પડેલી 197 જગ્યા માટે કુલ 2423 વિદ્યાર્થીએ અરજી કરી છે. આ અરજીઓમાં સૌથી વધુ કોમર્સમાં પીએચડી કરવા માટે કુલ 24 સીટ સામે 411 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે જ્યારે સૌથી ઓછામાં ઇન્ડિયન કલ્ચરમાં 4 સીટ સામે માત્ર 2 જ વિદ્યાર્થીની અરજી આવી છે. આગામી તારીખ 9 અને 11મીએ સવારે અને સાંજે બે તબક્કામાં પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ આત્મીય કોલેજમાં કમ્પ્યૂટર સિસ્ટમથી ઓનલાઈન લેવાશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પીએચડીની મેરિટ કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે 9થી 21 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું જાહેર કરાયું હતું.

આ સમય દરમિયાન યુનિવર્સિટીમાં કુલ 197 સીટ સામે 2423 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષે એવો પણ નિર્ણય કર્યો છે કે, પીએચડી માટે જે વિષય માટે ગાઈડ પાસે જગ્યા ખાલી હશે તે જ વિષયની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. જે ગાઈડ નીચે પીએચડી માટે જગ્યા જ ખાલી નહીં હોય તો તે વિષયની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં નહીં આવે.

જુદા જુદા વિષયોમાં જે વિદ્યાર્થીઓના ફોર્મ આવ્યા છે તેમાં મુખ્યત્વે કેમિસ્ટ્રીમાં 6 સીટ સામે 191 ફોર્મ, કોમર્સમાં 24 સીટ સામે 411 ફોર્મ, કમ્પ્યૂટર સાયન્સમાં 9 સીટ સામે 111 ફોર્મ, ઇકોનોમિક્સમાં 13 સીટ સામે 122 ફોર્મ, એજ્યુકેશનમાં 5 સીટ સામે 177 ફોર્મ, અંગ્રેજીમાં 9 સીટ સામે 161 ફોર્મ, ગુજરાતીમાં 17 સીટ સામે 141 ફોર્મ, હિન્દીમાં 17 સીટ સામે 100 ફોર્મ, ઈતિહાસમાં 1 સીટ સામે 29 ફોર્મ, હોમ સાયન્સમાં 1 સીટ સામે 16 ફોર્મ, ઇન્ડિયન કલ્ચરમાં 4 સીટ સામે 2 ફોર્મ, કાયદામાં 3 સીટ સામે 160 ફોર્મ, પત્રકારત્વમાં 1 જ સીટ સામે 27 ફોર્મ, ગણિતશાસ્ત્રમાં 7 બેઠક સામે 72 ફોર્મ, પર્ફોર્મિંગ આર્ટસ-વોકલમાં 6 સીટ સામે 3 ફોર્મ, સંસ્કૃતમાં 3 સીટ સામે 83 ફોર્મ આવ્યા છે. જેની આગામી શનિવારે અને સોમવારે એન્ટ્રન્સ પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...