બોર્ડનો નિર્ણય:ધોરણ 10માં પ્રથમ આવનારને 41000 રોકડ પુરસ્કાર અપાશે

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ કામદાર વિકાસ નિગમ બોર્ડનો નિર્ણય

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલાં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોને ઇનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના હેઠળ વર્ષ 2022માં ધોરણ 10માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.41 હજાર, રૂ. 21 હજાર અને રૂ. 11 હજાર આપવામાં આવશે. ઉપરાંત ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.31 હજાર, રૂ.21 હજાર અને રૂ.11 હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે તા. 30 ઓગસ્ટ સુધીમાં https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, અનુજાતિ કલ્યાણ 6/1 બહુમાળી ભવનનો સંપર્ક કરી શકાશે. બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...