રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જયારે ગઈકાલે 930 જેટલા કનેક્શન ચેક કરી 107થી વધુ ક્નેક્શનમાંથી 26.16 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
બેડીનાકા સબડિવિઝન હેઠળ ચેકીંગ
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે સતત બીજા દિવસે વહેલી સવારથી રાજકોટ શહેરમાં માધાપર, રૈયા રોડ અને બેડીનાકા સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
4 ફીડરો આવરી લેવામાં આવ્યા
આજે વહેલી સવારથી અલગ અલગ 41 ટીમ રૂખડિયાપરા, પોપટપરા, રઘુનંદન, વિવેકાનંદનગર, શિવાજીનગર, સતાધાર પાર્ક સહીત વિસ્તાર સહીત 15 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.
930 વીજ કનેક્શન ચેક કર્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ગઇકાલે PGVCL દ્વારા 930 વીજ કનેક્શન ચેક કરી 107થી વધુ ક્નેક્શનમાંથી 20.16 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જયારે આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.