રાજકોટમાં ગત મહિને સળંગ એક સપ્તાહ સુધી વિજચોરી સામે ધોંસ બોલાવનાર વિજતંત્ર દ્વારા આજે ફરી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભગવતીપરા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં 41 ટીમો ત્રાટકી હતી.
નદીકાંઠાના વિસ્તારોમાં તવાઈ
શહેરના સીટી ડીવીઝન 1 હેઠળના વિસ્તારોમાં આજે વહેલઈ સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી રોડ સબડીવીઝનમાં આવતા ભગવતીપરા શેરી નં.1થી10, જયપ્રકાશ શેરી નં.1થી6, અંબિકાપાર્ક, સદગુરુપાર્ક, સુખસાગર સોસાયટી, આજી સબ ડીવીઝન હેઠળના વિજયનગર, કુબલીયાપરા, કસ્તુરબાવાસ, ગોકુલનગર, આંબેડકરનગર, શિવાજીનગર, આજી-2 સબડીવીઝન હેઠળના પારેવડી ચોક, સીતારામ રોડ, ગીરનારી શેરી તથા નદીકાંઠાના વિસ્તારોમાં તવાઈ ઉતારવામાં આવી હતી.
વિજચોરી પકડાયાની આશંકા
વિજતંત્રની 41 ટીમોને દરોડા કાર્યવાહીમાં ઉતારવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારો હોવાથી લોકલ પોલીસ ઉપરાંત એસઆરપી સહિતની સુરક્ષા ટીમોને બંદોબસ્તમાં રાખવામાં આવી છે. અનેક વિજ જોડાણોમાંથી ડાયરેકટ કનેકશન પકડાયા હતા. ઉપરાંત કેટલાંકમાં વિજ મીટરમાં ચેડા પણ માલુમ પડયા હતા. લાખો રૂપિયાની વિજચોરી પકડાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.