તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ટેસ્ટિંગ બૂથ બંધ કરાયા:41 કોરોના પોઝિટિવ કેસ, 12 સ્થળે 410ને રસી અપાઇ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કેસ ઘટ્યા પણ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન 51

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે શહેર અને જિલ્લામાં 41 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં ફરી એક વખત શૂન્ય મોત થયું છે. બીજી તરફ આરોગ્ય વિભાગ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવે છે તેમાં 12 સ્થળ પર 410 કર્મચારીને વેક્સિન આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં દૈનિક કોરોના પોઝિટિવની સીંગલ ડિઝીટમાં એટલે કે બુધવારે જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા, પરંતુ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઘટાડો થતો નથી.

રાજકોટ જિલ્લામાં 51 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. જેમાં ગોંડલના પાટીદડ, કુવાડવા, જસદણમાં હરિદર્શન, ઉપલેટા, જેતપુરમાં રાધેશ્યામનગર, પડધરીના ખજુરડીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આજ દિવસ સુધીમાં કુલ 5,72,255 નાગરિકોના ટેસ્ટ કરાયા છે જેમાં પોઝિટિવિટી રેટ 2.68 ટકા રહ્યો છે.

હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે જેના કારણે જાહેર સ્થળો પર રહેલા કોરોના ટેસ્ટિંગ બૂથ પર કોઇ નાગરિક ટેસ્ટ કરાવવા જતું નથી. જેના પગલે રાજકોટ મહાપાલિકાએ રાજકોટ શહેરમાં સાત સ્થળ પર કોરોના ટેસ્ટિંગ બૂથ કાર્યરત હતા તે બંધ કરવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો