ક્રાઇમ:400 લિટર દેશીદારૂ શાપર ડિલિવરી થાય તે પહેલા જ પકડાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટથી શાપર સપ્લાય કરવા જઇ રહેલી દેશીદારૂનો જંગી જથ્થો ભરેલી કારને પોલીસે પકડી પાડી છે. ટ્રાફિક શાખાના પીઆઇ એમ.આર.પરમાર સહિતનો સ્ટાફ રવિવારે ગોંડલ રોડ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યાં હતા. ત્યારે કાચમાં ડાર્ક ફિલ્મ લગાડેલી એક કાર પસાર થતા તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો. જેથી ચાલકે કારને ઊભી રાખી દીધી હતી. બાદમાં ચાલકે કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક ટ્રાફિક પોલીસ અને વોર્ડને પીછો કરી ચાલકને પકડી પાડ્યો હતો.

ગાડીમાં કોથળા જોતાં તે અંગે પૂછતાં જ વસંતે વટાણા વેરી દીધા હતા અને આઠ કોથળામાં દેશીદારૂનો જથ્થો હોવાનું કહ્યું હતું. પોલીસે તપાસ કરતા 50-50 લિટરના આઠેય કોથળામાંથી કુલ 400 લિટર દેશીદારૂ મળ્યો હતો. વસંત ઉર્ફે કાનાની વિશેષ પૂછપરછ કરતા દેશીદારૂનો જથ્થો દોઢસો ફૂટ રિંગ રોડ, આંબેડકરનગર-10માં રહેતા હિતેશ હસુભાઇ વાઘેલાએ કારમાં દારૂ ભરી આપી શાપર-વેરાવળના વિનેશ અને નાથીબેન ગઢવીને સપ્લાય કરવાનો હોવાની કેફિયત આપી છે. વસંતની કબૂલાત બાદ ટ્રાફિક પોલીસે ત્રણેયને સકંજામાં સપડાવી ચાર આરોપીઓ સામે આજી ડેમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...