હડતાળનો સુખદ અંત:રાજકોટ સિવિલમાં 7 દિવસથી હડતાળ પર ઉતરેલા 400 ડોક્ટરો સરકાર સામે ઝૂક્યા, હડતાળ સમેટી તમામ તબીબો ફરજ પર હાજર

રાજકોટ2 વર્ષ પહેલા
ડોક્ટરોએ હડતાળ પરત ખેંચી.
  • ડોક્ટરો દ્વારા 7 દિવસ સુધી સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

રાજકોટ પીડીયું મેડિકલ કોલેજ ખાતે છેલ્લા 7 દિવસથી હડતાલ પર ઉતરેલા રેસિડન્ટ અને ઇન્ટરનલ 400 ડોક્ટરની હડતાળનો સુઃખદ અંત આવ્યો છે. આજે 8માં દિવસ બાદ ડોક્ટરોએ સરકાર સાથે થયેલી સમજૂતી બાદ હડતાળ સમેટી લીધી હતી અને તમામ તબીબો પોતાની ફરજ પર હાજર થઇ ગયા છે. રાબેતા મુજબ ફરી દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરી દીધું છે. જોકે હજુ પણ 100 ટકા તેઓની માગણી સંતોષવામાં આવી નથી. પરંતુ સમજૂતી સાથે હડતાળ સમેટી લેવામાં આવી છે.

8માં દિવસે તબીબો ફરજ પર હાજર થયા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે 400 જેટલા ડોક્ટરો પોતાની 4 જેટલી માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી આવ્યા હતા અને સતત 7 દિવસ સુધી ફરજથી દૂર રહી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે આખરે સરકાર સામે હડતાળ પર ઉતરેલા તબીબો ઝૂક્યા હતા અને આજે 8 દિવસ બાદ સમજૂતી સાથે હડતાળ સમેટી આજથી તમામ પોતાની ફરજ પર હાજર થયા છે.

સરકારે કેટલાક અંશે વાત સ્વીકારીઃ જુનિયર ડોક્ટર એસો.ના પ્રમુખ
જુનિયર ડોક્ટર એસોસિયેશન પીડીયું મેડિકલ કોલેજના પ્રમુખ ડો.રવિ કોઠારીએ જણાવ્યું હતું કે, સરકાર સાથે થયેલી વાતચીત મુજબ સરકાર દ્વારા કેટલાક અંશે વાત સ્વીકાર કરવામાં આવી છે અને હજુ કેટલીક બાકી છે. પરંતુ સમજૂતી સાથે હડતાળ સમેટી લેવામાં આવી છે અને આજથી તમામ તબીબો પોતાની ફરજ પર હાજર થઈ ચૂક્યા છે.

7 દિવસ સુધી હડતાળ પર ડોક્ટરો ઉતર્યા હતા.
7 દિવસ સુધી હડતાળ પર ડોક્ટરો ઉતર્યા હતા.

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

  • ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.
  • બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.
  • પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
  • અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

  • અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
  • ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
  • અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
  • ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો અમે JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ઉતિર્ણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાશે
અન્ય સમાચારો પણ છે...