દર્દીઓ પરેશાન:સિવિલમાં 400 ડોક્ટર આજથી હડતાળ પર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોન્ડેડ તબીબો અને સિનિયર રેસિડેન્ટ બાદ જુનિયર અને ઈન્ટર્ન જોડાયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બોન્ડેડ તબીબો હડતાળ પર ઉતર્યા છે અને હવે ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડી છે. સિવિલમાં પહેલા 48 જેટલા બોન્ડેડ તબીબ હડતાળ પર હતા બાદમાં તેમના ટેકામાં સિનિયર રેસિડેન્ટ જોડાતા આ સંખ્યા 250 જેટલી થઈ હતી જોકે હવે ઈન્ટર્ન અને જુનિયર પણ જોડાયાનો દાવો છે આ સાથે કુલ 400 ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે.

આ કારણે સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછત સર્જાતા આસપાસની સરકારી હોસ્પિટલમાંથી ડોક્ટરને સિવિલમાં મોકલવામાં આવી રહ્યા છે. તબીબોની માંગ છે કે તેમના માટે એપ્રિલ માસમાં બોન્ડની જે 1:2ની જાહેરાત કરાઈ છે તે યથાવત્ રાખવામાં આવે. તાજેતરમાં જ નવા હુકમમાં કરાર આધારિત તબીબોની બદલી કરાઇ હતી અને બોન્ડનો સમય પણ 1:1 કરી દેવાયો હતો જેનો આ સમગ્ર વિરોધ ચાલી રહ્યો છે. જેથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...