તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર લડત:કમિશનમાં વધારો ન થતા રાજકોટના 400 ડિલર્સ દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદે, એક કલાક CNGનું વેચાણ બંધ રાખશે

રાજકોટએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • પેટ્રોલ-ડીઝલનાં કમિશનમાં વર્ષ 2017થી અને CNGનાં કમિશનમાં વર્ષ 2019થી કોઇ વધારો થયો નથી

પેટ્રોલ-ડીઝલનાં કમિશનમાં વર્ષ 2017થી અને CNGનાં કમિશનમાં વર્ષ 2019થી કોઇ વધારો નહીં અપાયો હોવાથી ગુજરાતભરના ડીલરો આજથી દર ગુરુવારે ટોકન હડતાળ કરવા નિર્ણય કર્યો છે. નવતર પ્રકારની લડતમાં દર ગુરૂવારે રાજકોટના 400 સહિત ગુજરાતના 4000થી વધુ ડીલર્સ પેટ્રોલ-ડીઝલની ખરીદી જ નહીં કરે અને 749 આઉટલેટ્સ પર દર ગુરૂવારે બપોરે એક કલાક CNGનું વેચાણ બંધ રાખવામાં આવશે.

દર ગરૂવારે CNGનાં પમ્પ દર ગુરૂવારે બપોરે 1થી 2 વાગ્યા સુધી બંધ રહેશે
રાજ્યમાં CNGનાં 750 જેટલાં પમ્પ છે, જ્યાં દર ગુરૂવારે બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન વેચાણ બંધ રહેશે. આ ઉપરાંત, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન્સના એલાન મુજબ રાજકોટ જિલ્લાના 400 અને સૌરાષ્ટ્રના 1500 સહિત રાજ્યના 4200 પમ્પ ખાતે આજથી દર ગુરૂવારે કંપનીમાંથી પેટ્રોલ-ડીઝલનો ઉપાડ જ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખ ગોપાલ ચુડાસમા.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખ ગોપાલ ચુડાસમા.

દર વર્ષે 25-30 પૈસા પ્રતિ લિટર કમિશન અપાઇ છે
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખ ગોપાલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે 25-30 પૈસા પ્રતિ લિટર કરી અપાતો કમિશન વધારો છેલ્લે 2017માં આવ્યો હતો. બાદમાં વધારો કરી આપવામાં આવ્યો નથી. પેટ્રોલનો ભાવ 50 રૂપિયા લીટર છે પણ કમિશન મળતું તે જ કમિશન આજે 100 રૂપિયા લિટરે મળે છે. માટે જ્યાં સુધી કમિશનમાં વધારો આપવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.