કોરોના રાજકોટ LIVE:દિવાળીના દિવસે કોરોનાએ માથું ઊંચક્યું, સતત ત્રીજે દિવસે એક વૃદ્ધા પોઝિટિવ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં 40 ગામ હજુ પણ 100 ટકા વેક્સિનેશનમાં બાકી

રાજકોટમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ આજે સતત ત્રીજે દિવસે ફરી એક પીઝોટિવ કેસ નોંધાયો છે. જેમાં ધોરાજીની 65 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ કુલ કેસની સંખ્યા 42843 પર પહોંચી છે. આમ શહેરમાં સારવારમાં રહેલા દર્દીની સંખ્યા વધીને 8 પર પહોંચી છે. બે દિવસ પહેલા પણ 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેમાં વોર્ડ નંબર 8માં આવેલા કાલાવડ રોડ પર રહેતા 71 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ બંને કોરોના વેક્સિનના ડોઝ લઈ લીધા છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. તેમજ તેમના સીધા સંપર્કમાં આવેલા પરિવારના એક વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. મહત્ત્વનું છે કે તેમણે પણ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

40 જેટલા ગામમાં હજુ 100 ટકા રસીકરણ બાકી
રાજકોટ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા આરોગ્ય તંત્ર સતત દોડી રહ્યું છે. જોકે તેમ છતાં હજુ પણ રાજકોટ જિલ્લાના 40 જેટલા ગામમાં હજુ 100 ટકા રસીકરણ થવામાં બાકી છે. આ ગામોમાં વધુમાં વધુ વેક્સિનેશન કરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 20 હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

આરોગ્યની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરાયું
રાજકોટ શહેરમાં ગત અઠવાડિયામાં છ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બન્ને ડોઝ લેનાર એક વ્યક્તિનો મંગળવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા આઠ પર પહોંચી ગઈ છે. સીધા સંપર્કમાં આવેલા એક વ્યક્તિનો ટેસ્ટ કરાયો જ્યારે અન્ય સંપર્કમાં આવેલા 11 લોકોનું આરોગ્યની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.