વેક્સિનેશન:રાજકોટ જિલ્લામાં 40 ગામ હજુ પણ 100 ટકા વેક્સિનેશનમાં બાકી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા આરોગ્ય તંત્ર સતત દોડી રહ્યું છે. જોકે તેમ છતાં હજુ પણ રાજકોટ જિલ્લાના 40 જેટલા ગામ હજુ 100 ટકા રસીકરણ થવામાં બાકી છે. આ ગામોમાં વધુમાં વધુ વેક્સિનેશન કરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 20 હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં હજુ કેટલાય લોકો રસી લેવા સહમત નથી. જેથી 40 ગામમાં કેટલાક લોકો હજુ વેક્સિન વિના ફરી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા મોડે સુધી રસીકરણની કામગીરી શરૂ રાખવામાં આવે છે. લોકોને ફોન કરીને પણ વેક્સિન લેવા જાણ કરવામાં આવે છે, છતાં રસી લેવા આવતાં નથી. જેથી જિલ્લાના 40 ગામમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ શક્તું નથી. ગામમાં 20-30 લોકો રસી લેવાથી દૂર ભાગતા હોવાથી અનેક ગામોમાં 90 ટકાથી વધુ વેક્સિનેશ થઈ ગયું છે પણ એથી આગળ વધતું નથી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 1 એપ્રિલ સુધીમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા પ્રયાસ કરાયો હતો, પરંતુ બાકી રહેલા લોકો રસી લેવા તૈયાર ન થતાં નિષ્ફળતા મળી.

અન્ય સમાચારો પણ છે...