તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:યાર્ડની ચૂંટણીમાં વેપારીની 4 બેઠક માટે 40 દાવેદાર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગની બેઠક માટે સમાધાનના પ્રયાસ

યાર્ડની ચૂંટણી ઓક્ટોબર માસમાં થવાની છે પરંતુ તેની તૈયારી અત્યારથી જ થઈ રહી છે. ખેડૂત, સહકારી જગતની બેઠક કબજે કરવા માટે બંધ બારણે બેઠક થઈ રહી છે. તો બીજી તરફ વેપારીઓ પણ હવે મેદાનમાં આવ્યા છે.રાજકોટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની 4 જ બેઠક છે, પરંતુ ઉમેદવારી નોંધાવવા માટે 40 ઉમેદવાર તૈયાર થયા છે.

વેપારીના લાઇસન્સ રિન્યૂ નહિ થવાથી અનેક લોકોના નામ મતદાર યાદીમાં ચડ્યા ન હતા. આ મુદ્દાને લઇને સમાધાન થયું ત્યાં જ હવે ચૂંટણી લડવા માટે વેપારીઓની સંખ્યાનું પ્રમાણ વધતા આ મુદ્દો રાજકારણ અને યાર્ડમાં ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે. જેમને ચૂંટણી લડવી છે તે વેપારીઓ પોતાના સમાજના વેપારી આગેવાન સાથેની ઉઠક- બેઠક વધારી દીધી છે.

બીજી તરફ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે. ત્યારે આ મુદ્દાને લઇને સમાજના આગેવાનો પણ માથું ખંજવાળી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે, ક્યા ઉમેદવારોને બેઠક માટે પસંદ કરવા. જોકે એક બાજુ સમાધાનની વાત ચાલી રહી છે. સહકારી જગત અને ખેડૂત વિભાગની બેઠક માટે સમાધાન થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...