રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો:4 વાગ્યાની મુબંઈની ફ્લાઈટ મોડી સાંજ સુધી ન આવતા પ્રવાસીઓ હેરાન થયા, અધિકારીઓ પર રોષ ઠાલવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર અધિકારી પર મુસાફરોએ રોષ ઠાલવ્યો. - Divya Bhaskar
એરપોર્ટ પર અધિકારી પર મુસાફરોએ રોષ ઠાલવ્યો.

રાજકોટ એરપોર્ટની ફરી બેદરકારી સામે આવી છે. રાજકોટ-મુંબઈની ચાર વાગ્યાની ફ્લાઈટ સાંજ સુધી ન આવતા મુસાફરો રોષે ભરાયા હતા. ફ્લાઈટ ન આવતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. રાજકોટ એરપોર્ટ ઓથોરિટી ફ્લાઈટ આવવાને લઈ કોઈ જવાબ આપી શક્યા નહોતા. અનેક લોકોની મુંબઈથી પણ અન્ય ફ્લાઈટ બૂક હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

એક યુવતીએ બધુ ફોડી નાખવાનું કહ્યું
એક યુવતીએ એરપોર્ટ પર અધિકારીને પૂછ્યું કે કેટલા વાગ્યે ફ્લાઈટ આવશે તો અધિકારીએ કહ્યું કે, 8 વાગ્યે આવશે. ત્યારે યુવતીએ કહ્યું કે, જો આઠ વાગ્યે ફ્લાઈટ નહીં આવે તો તમારું ટેબલ ભાંગી નાંખીશ, ભલે મારા પર કેસ થાય. અન્ય મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટીને ફોન લગાવવા અધિકારીને જણાવ્યું હતું. પરંતુ અધિકારી એકના બે ન થયા હતા. અધિકારીએ એક જ રટણ કર્યું હતું કે, ફ્લાઈટ ઓન ધ વે છે.

મુસાફરો ફ્લાઈટ ન આવતા રાજકોટ એરપોર્ટ પર ટળવળતા રહ્યા.
મુસાફરો ફ્લાઈટ ન આવતા રાજકોટ એરપોર્ટ પર ટળવળતા રહ્યા.

અધિકારીએ ફિક્સ સમય જ ન કહેતા મુસાફરો રોષે ભરાયા
યુવતીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જો ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થશે તો હું હું બધું ફોડી નાખીશ. ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે, એ તમારી ચોઈસ છે, તમારે જે કરવું હોય તે. એક બાદ એક મુસાફર હેરાન થઈ રહ્યા હોવાથી વારંવાર અધિકારીને ફ્લાઈટ અંગે પૂછપરછ કરી રહ્યા હતા.

એક યુવતીએ રોષે ભરાયને બધુ ફોડી નાખવાનું કહ્યું.
એક યુવતીએ રોષે ભરાયને બધુ ફોડી નાખવાનું કહ્યું.
અન્ય સમાચારો પણ છે...