ક્રાઇમ / ખોખડદળ નદીના પૂલ પાસે 4 શખ્સ તલવાર સાથે પકડાયા

4 persons were caught with swords near Khokhardal river pool
X
4 persons were caught with swords near Khokhardal river pool

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

રાજકોટ. લોકડાઉન વચ્ચે ગુનાહિત પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે શુક્રવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ખોખડદળ નદીના પુલ પાસેથી ડબલસવારીમાં બે બાઇક પસાર થતા આજી ડેમ પોલીસે બંને બાઇકને આંતર્યા હતા. પૂછપરછમાં ધવલ ચનાભાઇ મેદપરા, દિપેન પ્રફુલભાઇ ચાવડિયા, મેહુલ નરેન્દ્રભાઇ ચૌહાણ અને મેહુલ નટવરગીરી ગોસાઇ હોવાનું જણાવ્યું હતું. તપાસમાં ચારેય શખ્સ પાસેથી બે તલવાર મળી આવતા ચારેયની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ચાર પૈકી એક આરોપીની બહેનને ફોન પર પજવણી કરતા શખ્સ સાથે ડખો કરવા જતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી