કોરોના રાજકોટ LIVE:રવિવારે નવા 4 કેસ દાખલ, વેક્સિનેટેડ હોવા છતાં પોઝિટિવ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • એક મહિનામાં જેટલા પણ કેસ આવ્યા છે તે પૈકી એકપણ દર્દી ગંભીર બન્યા નથી

રાજકોટમાં રવિવારે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા હતા, જયારે કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી એક્ટિવ કેસની સંખ્યા 71 થઇ છે, જ્યારે કુલ કેસનો આંક 65984 થયો છે.

ચારેય હોમ આઇસોલેટ થયા
શહેરમાં રવિવારે ચાર દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થયો હતો. માધાપર વિસ્તારના 52 વર્ષના પુરુષ, અક્ષરમાર્ગના 58 વર્ષના પુરુષ અને ક્રિસ્ટલ મોલ વિસ્તારના 51 વર્ષના મહિલા અને 38 વર્ષના પુરુષ કોરોનાગ્રસ્ત થયા હતા, આરોગ્ય વિભાગની ટીમે ચારેયના ઘરે જઇને તપાસ કરતાં એક પણ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી કે તેઓ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નહોતું, ચારેયે કોરોના કેવી રીતે લાગું પડ્યો તે અંગે અજાણ હોવાનું કહ્યું હતું અને ચારેય વ્યક્તિએ વેક્સિનના બે ડોઝ લીધા હતા.

એક પણ દર્દી ગંભીર બન્યા નથી
જોકે રાહતની વાત એ હતી કે, તમામ લોકોએ રસીના બે બે ડોઝ લીધા હોવાથી એકપણ દર્દીને જોખમી અસર જણાઇ ન હતી તેમજ છેલ્લા એક મહિનામાં જેટલા પણ કેસ આવ્યા છે તે પૈકી એકપણ દર્દી ગંભીર બન્યા નથી. કોરોનાએ કહેર વર્તાવ્યો હતો ત્યારે અનેક પ્રતિબંધો અમલી બન્યા હતા, લોકોની ભીડ થવા દેવાતી નહોતી, માસ્ક ફરજિયાત હતું, માસ્ક નહીં પહેરનાર દંડાતા હતા પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી તો લોકોના ચહેરા પરથી માસ્ક ગાયબ થઇ ગયા છે, શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે પરંતુ ત્યાં પણ તેનું પાલન નહીંવત થતું જોવા મળે છે.