તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:લુટારુ ગેંગના 4 સભ્ય ઝડપાઇ, 14 ગુનાના ભેદ ઉકેલાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પોલીસે આંતરરાજ્ય લૂંટારૂ ગેંગના ચાર સભ્યોને ઝડપી લઇ 14 ગુનાના ભેદ ઉકેલ્યા હતા. એલસીબીના પીઆઇ ગોહિલ સહિતના સ્ટાફે મધ્યપ્રદેશના અનસીંગ મનજી કામલીયા, રાજુ ધુમાશીંગ વસુનીયા, રાહુલ અમરશી વશુનીયા અને દિપુ મનુ વસુનીયાને ઝડપી લઇ પૂછપરછ કરતાં ચારેય શખ્સે છેલ્લા છ મહિનામાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચોરી લૂંટના 14 ગુના આચર્યાની કબુલાત આપી હતી. પોલીસે રોકડા રૂ.24450, દાગીના, બાઇક અને ફોન સહિત કુલ રૂ.5,00,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગેંગને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...