તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમાણિકતા:રાજકોટમાં રાત્રી કર્ફ્યુમાં ખોવાયેલા 4 લાખના સોનાના દાગીના, વૃદ્ધાએ મૂળ માલિકને પરત કર્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • મૂળ માલિકે પોલીસમાં બનાવ સંદર્ભે અરજી કરી હતી

રાજકોટમાં વિવેકાનંદ શેરી નં.2 કોઠારીયા મેઇન રોડ પર 4 લાખની કિંમતના સોનાના દાગીના ખોવાઇ ગયેલા જે અંગે મુળ માલીકે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એક વૃધ્ધ મહિલાને આ દાગીના મળી આવ્યા હોવાની જાણ થતા વૃધ્ધ મહિલાને પુછપરછ કરી પોલીસે મૂળ માલિકને દાગીના પરત અપાવ્યા હતા.

મૂળ માલિકે પોલીસમાં બનાવ સંદર્ભે અરજી કરી હતી
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગુંદાવાડી શેરી નં.14 માં રહેતા ઉમેશભાઇ મનસુખભાઇ રાધનપુરાએ ભકિતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી કે મારા મોટા ભાઇ લલીતભાઇ રાધનપુરા થોડા દિવસ પહેલા તેમના અમદાવાદ ખાતે રહેતા દીકરાના ઘરે ગયા હોય જેથી તેમની પત્નીના બંગડી, મંગલસુત્ર, એક માળા સહીતના 80 ગ્રામ સોનાના 4 લાખની કિંમતના દાગીના અમને સાચવવા આપ્યા હતા. લલીતભાઇ રાજકોટ પરત આવતા પોતાના દીકરા દેવને એક પેકેટમાં આ સોનાના દાગીના અમે પરત કર્યા હતા.

ભક્તિનગર પોલીસ સાથે દાગીના મૂળ માલિક
ભક્તિનગર પોલીસ સાથે દાગીના મૂળ માલિક

પોલીસ દ્વારા CCTV ચેક કરાતા વૃદ્ધા દૃશ્યમાન થયા હતા
દેવ પોતાના ઘરે જઇ રહયો હતો ત્યારે કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ શેરી નં.2 ના નાકા પર દાગીનાનું પેકેટ તેનાથી પડી ગયુ હતુ. અને તેમણે તુરંત ભકિતનગર પોલીસને જાણ કરતા PSI ડી.એ.ધાંધલ્યા અને તેની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં CCTV ચેક કરાતા એક વૃધ્ધ મહીલા આ સોનાના દાગીના ઉપાડતા હોવાનું દૃશ્યમાન થયુ હતુ. જેથી આસપાસની દુકાનમાં વૃધ્ધ મહીલાનો ફોટો બતાડી તેમની ઓળખ કરાઇ હતી અને વૃધ્ધ મહીલાને શોધી તેમની પુછપરછ કરાતા તેઓએ આ સોનાના દાગીના પરત કર્યા હતા.

દાગીના મૂળ માલિકને મળ્યા
વૃધ્ધ મહિલાએ પોલીસને જણાવ્યુ હતું કે, પોતે જયારે જઇ રહયા હતા ત્યારે રાત્રી કફર્યુનો સમય શરુ થવાનો હોવાથી દાગીના લઇ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને દાગીના સાચવી રાખ્યા હતા અને જેથી પોલીસે આ અંગે વૃદ્ધા સાથે વાતચીત કરતા તેમણે તુરંત દાગીના પોલીસને આપ્યા હતા અને પોલીસે દાગીના મેળવી મૂળ મલિક ને પરત કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો