રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી. આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63706 થયો છે. જે સામે કુલ 63203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેર અને જિલ્લામાં કોરોના સામે રસીકરણની મેગા ડ્રાઇવ યોજાશે.
રવિવારે રાજકોટમાં મેગા વેક્સિનેશન ડ્રાઇવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ કોવિડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના વેક્સિન લેવામાં બાકી રહેલા નાગરિકોને મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 22 આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ અને પદ્મકુવરબા હોસ્પિટલ ખાતે સવારે 8થી સાંજે 7 સુધી 12 વર્ષથી ઉપરના તમામ લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા 60 વર્ષથી ઉપરના અને હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર માટે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે.
રવિવારે જિલ્લામાં મેગા રસીકરણ ડ્રાઇવ યોજાશે
રસીકરણની કામગીરીને વેગ આપવા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં 22 મેને રવિવારના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે આરોગ્યતંત્ર, વહીવટી તંત્ર સાથે જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકાના આરોગ્યના વિભાગના કર્મીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડ્રાઇવનો મોટી સંખ્યામાં લાભ લેવા નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.