તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવાર સાથે મિલન:રાજકોટની 16 વર્ષની છોકરી રૂ.500 લઈ હિરોઈન બનવા મુંબઈ ભાગી, છેડતી કરનારા ગુંડાઓને પાઠ ભણાવ્યો, 4 દિવસ બાદ પોલીસે શોધી કાઢી

રાજકોટ21 દિવસ પહેલા
એક્ટ્રેસ બનવાના સપના સાથે રાજકોટની કિશોરી ઘરે કહ્યાં વગર મુંબઇ ઓડિશન માટે પહોંચી ગઇ હતી.
  • રાજકોટથી સુરત પહોંચી તો પૈસા ખૂટી જતા સોનાની બૂટી વેચવા મજબૂર બની
  • મુંબઇમાં છેડતી કરનારા શખ્સો સામે ફાઇટ આપી અને પોતાનો પરચો દેખાડ્યો
  • કિશોરીને એક્ટ્રેસ બનવાનું સપનું હોવાથી ઘરે કહ્યા વગર જ નીકળી ગઇ હતી
  • પિતાએ કહ્યું મારી દીકરી સિંહણ છે, ઘરે આવતા જ પરિવારે કેક કાપી ઉજવણી કરી

રાજકોટની કરાટે ચેમ્પિયન 16 વર્ષની કિશોરી પાયલ (નામ બદલ્યું છે) 8 ફેબ્રુઆરીના રોજ મવડી ચોકડીએ બૂક લેવા માટે ગઇ હતી. બાદમાં ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પાયલ ઘરેથી 500 રૂપિયા લઇ સુરત પહોંચી ગઇ હતી. સુરત પહોંચી તો તેની પાસે માત્રે 6 રૂપિયા જ વધ્યા હતા. બાદમાં તેણે પોતાની સોનાની બૂટી વેચી મુંબઇ એક્ટ્રેસ બનવા માટે પહોંચી હતી. મુંબઇમાં એકલી જોઇ કેટલાક શખ્સોએ છેડતીનો પ્રયાસ કરતા તેણે હીરોની ફાઇટ આપી હતી. બાદમાં અંધેરીના સ્ટુડીયોમાં પહોંચી ત્યારે ઓડિશન નહીં પણ શુટિંગ ચાલુ હોય સ્ટુડિયો સંચાલકને વાત કરી હતી. બાદમાં સ્ટુડિયો સંચાલકે પોલીસની મદદ લીધી હતી. આથી રાજકોટ તાલુકા પોલીસ મુંબઇથી પાયલને લઇ આવી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

ગુમ થતા પરિવારે તાલુકા પોલીસમાં જાણ કરી
પાયલ ગુમ થતાં વાત તાલુકા પોલીસ સુધી પહોંચતા સગીર ગુમ થવાના કિસ્સામાં તુરંત જ FIR દાખલ કરવાનો નિયમ હોવાથી PI જે.વી. ધોળાની રાહબરીમાં PSI મોરવાડીયા અને સ્ટાફે તુરંત જ પાયલના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે અને પાયલના સગા-સંબંધીઓએ પોત પોતાની રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત, મુંબઇ સહિતના શહેરો સુધી દોડધામ શરૂ થઇ હતી. દરમિયાન પાયલ અંધેરીમાં આવેલા એક ફિલ્મ સ્ટુડિયો ખાતે હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ અને પાયલના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતાં અને હેમખેમ પરત લાવ્યા હતાં.

સુરતમાં સોનાની બૂટી વેચવા મજબૂર થઇ
ધોરણ 11માં ભણતી અને NCC કેડેટ એવી પાયલે પોતે જ સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા કહ્યું હતું કે- મારું કોઇ અપહરણ કરી ગયું નહોતું, હું મારી જાતે જ મુંબઇ ગઇ હતી. મારે એ સાબિત કરવું છે કે સમાજમાં પરિવારમાં દિકરા જે કરી શકે એ કોઇ પણ દીકરી પણ કરી શકે. પરંતુ દીકરી પોતાની રીતે પોતાના ગોલ સુધી પહોંચવા સક્ષમ હોવી જોઇએ. હું કરાટે અને યોગા ચેમ્પિયન છું

પિતા સાથે પાયલ.
પિતા સાથે પાયલ.

આધારકાર્ડ ન હોવાથી ટ્રેનમાં ટિકિટ ન મળી
પાયલે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ મારી સાથે ખોટુ કરી ન શકે, ખરાબ નજર કરે તો પણ હું તેની સામે લડી શકું તેમ છું. હું 8 ફેબ્રુઆરીએ ઘરેથી રૂ. 500 લઇને નીકળી હતી. આધારકાર્ડ ન હોવાથી ટ્રેનમાં ટિકિટ ન મળી. આથી બસમાં બેસી સુરત પહોંચી હતી. ત્યાં ગયા પછી પૈસા ખુટી ગયા હતાં. પાણીની બોટલ લેવી હતી. પરંતુ માત્ર 6 રૂપિયા જ બચ્યા હતાં. છેલ્લે મજબૂર થઇ મારે સોનાની બુટી વેચવી પડી હતી.

સુરત પહોંચતા જ પૈસા ખૂટી ગયા
બાદમાં હું વાપી થઇ મુંબઇ જવા રવાના થઇ હતી. પણ ઉંઘ આવી જતાં માલેગાંવ પહોંચી ગઇ હતી. એ પછી બસ મારફત મુંબઇ જઇ અંધેરી સ્ટેશન સુધી ટ્રેનમાં ગઇ હતી. ત્યાંથી ચાલતા ચાલતા ફિલ્મ સ્ટુડિયો તરફ રવાના થઇ હતી. પણ સ્ટુડિયો ન મળતાં એક રિક્ષા ભાડે કરી હતી અને અંતે ત્યાં પહોંચી હતી. મેં વિનંતી કરતાં મને એન્ટ્રી અપાય હતી. પણ સંચાલકે હાલમાં શુટિંગ ચાલુ હોય એક મહિના પછી ઓડિશન હોવાનું કહ્યું હતું. હું છેક રાજકોટથી આવી હોવાનું જાણી તેણે મને જમાડી હતી અને સમજાવી હતી. તેમજ ઓડિશન શરૂ થશે એ પછી બોલાવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મારા ઘરે ફોન કરતાં હું પરિવાર સુધી પહોંચી હતી.

પરિવાર સાથે પાયલ.
પરિવાર સાથે પાયલ.

દિકરા તરીકેની ફરજ અદા કરવા ઘરેથી નીકળી હતી
પાયલે એમ પણ કહ્યું હતું કે મને એકલી જોઇને સુરત, મુંબઇમાં કેટલાક શખ્સોએ નજર બગાડી હતી.પરંતુ હું કરાટે ચેમ્પિયન હોવાથી એવા શખ્સોને બરાબરનો પરચો મેં આપી દીધો હતો. હું કોઇને એમ નથી કહેતી કે તમે પણ આ રીતે પરિવારની જાણ બહાર નીકળી જજો. કારણ કે બધા મારા જેવા સક્ષમ ન પણ હોય, હું જે મુશ્કેલીઓ સામે લડી શકુ તેની સામે ન પણ લડી શકતાં હોય. પણ એટલુ ચોક્કસ કહીશ કે દિકરા જે કરી શકે એ દીકરીઓ પણ કરી જ શકે. બસ આ વાત સાબિત કરવા હું નીકળી ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો