તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનું સરાહનીય કાર્ય:રાજકોટ ભાજપના 68 કોર્પોરેટર્સને શરમાવતા કોંગ્રેસના 4 કોર્પોરેટર્સ, દર્દીઓની સારવાર માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને  મકબુલ દાઉદાણી. - Divya Bhaskar
વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને મકબુલ દાઉદાણી.
  • આ ગ્રાન્ટનો ઉપયોગ દવા, ઇન્જેક્શન, ઓક્સિજન અને ટેસ્ટિંગ કિટ ખરીદવા માટે સૂચન કરવામાં આવ્યું

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. જોકે શહેરમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં આંશિક રાહત જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં યોજાયેલી મનપાની ચૂંટણીમાં જનતાએ ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર્સને ચૂંટી વિજેતા બનાવ્યા છે. ત્યારે ભાજપના 68 કોર્પોરેટર્સે કંઇ ન કર્યું તો કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટર્સે કરી બતાવ્યું છે અને ખરા અર્થમાં નગરસેવક સાબિત થયા છે.

રાજકોટમાં 68 ભાજપના તો માત્ર 4 કોંગ્રેસનાં કોર્પોરેટર
રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડ પૈકી માત્ર વોર્ડ નંબર 15ને બાદ કરતાં તમામ વોર્ડમાં ભાજપના નગરસેવકો ચૂંટાઇને વિજેતા બન્યા છે. હાલ રાજકોટ મનપામાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. જોકે આ મહામારીના સમયમાં સત્તાધારી પક્ષ ભાજપ હોવા છતાં 68 કોર્પોરેટર ન કરી શક્યા તે માત્ર 4 કોર્પોરેટરે કરી બતાવ્યું છે. રાજકોટ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ચૂંટાયેલા 4 કોર્પોરેટર વશરામ સાગઠિયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન અને કોમલબેન જનતાના આરોગ્ય માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

દરેક કોર્પોરેટરે 2.50 લાખની ગ્રાન્ટ ફાળવી
રાજકોટ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ સાથે મળી જનતાની ખરા અર્થમાં જરૂરિયાત સમયે સેવા કરવા નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે તેમને મળતી ગ્રાન્ટ પૈકીની રૂપિયા 2.50 લાખની રકમ એટલે કે ચાર કોર્પોરેટરની કુલ 10 લાખની ગ્રાન્ટની રકમ જનતાના આરોગ્ય માટે ફાળવણી કરી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ દવા, ઇન્જેક્શન, ઓક્સિજન, ટેસ્ટિંગ કિટ કે દવા ખરીદ કરવા માટે લેવા સૂચન કરવામાં આવ્યું છે.

વોર્ડ નં.15નાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર ભાનુબેન અને કોમલબેન.
વોર્ડ નં.15નાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર ભાનુબેન અને કોમલબેન.

સત્તાધીશ એકપણ કોર્પેરેટરે ગ્રાન્ટ ફાળવી નથી
રાજકોટ ભાજપના 68 કોર્પોરેટરો કે જેમાં સત્તાધીશો એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. આ મહામારી વચ્ચે ભાજપના એકપણ કોર્પોરેટરે આજ દિન સુધી પોતાને મળતી ગ્રાન્ટમાંથી કોઈ રકમ લોકોના આરોગ્ય માટે ફાળવી નથી, જે એક શરમજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...