રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સીટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 4 કંડકટર ફરજમુક્ત, 6ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી એજન્સીને રૂા.1.87 લાખનો દંડ ફટકાર વામાં આવ્યો હતો. જયારે ટીકીટ વગર પકડાયેલા 15 મુસાફરો પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
1,48,622 મુસાફરોએ લાભ લીધો
સિટી બસ તા.20-12થી 26-12 દરમિયાન કુલ અંદાજિત 1,13,710 કિ.મી. ચાલી હતી તથા કુલ 1,48,622 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો હતો. સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.
રૂ.1,87,100ની પેનલ્ટી કરાઇ
સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓમાં સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 4325 કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ.1,57,500ની પેનલ્ટી કરવામાં આવી હતી. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોર્ડનને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.29,800ની પેનલ્ટી કરાઇ હતી.સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.300ની પેનલ્ટી કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.