આદેશ:ગોકુલનગર આવાસની તપાસ પૂરી કરવા 3 દી’નું અલ્ટીમેટમ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘મામા’ અને ‘રાણા’ વિરૂધ્ધ ફાઈલ તૈયાર

રાજકોટના સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં ‘મામા’એ મનપાની જ મિલ્કતના ફ્લેટ બારોબાર ભાડે ચડાવીને મસમોટુ કૌભાંડ આચર્યુ છે ત્યારબાદ કેટલાક અધિકારીઓની સંડોવણીથી ડ્રોમા પણ ઘાલમેલ કરીને જે ખરેખર ગોકુલનગરમાં રહેતા જ ન હતા તેમને પણ ફ્લેટના લાભાર્થી ગણાવીને ‘મામા’એ રોકડી કર્યાનો પર્દાફાશ ભાસ્કરે કહ્યો હતો. આ મામલે હવે ફાઈલ તૈયાર થઈ જતા 3 દિવસમાં કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

મેયર પ્રદિપ ડવ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘ સહિતના સ્ટાફની બેઠકમાં મેયરે 3 દિવસમા સમગ્ર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યુ હતુ કે જે પણ આ કેસમાં સામેલ છે અને મનપાના ફ્લેટ પર દબાણ કર્યુ છે તેમની સામે ફોજદારી જ કરાશે. આ સિવાય જેને પણ ફ્લેટ ફાળવવાના બાકી હતા તેમની યાદી બનાવી ફાળવી દેવાશે. આ ઉપરાંત જે ખોટીરીતે ફ્લેટ ફાળવ્યા છે તે શોધવા માટે પણ કેટલાક નામો અધિકારીઓની સોંપી દેવાયા છે. 3 દિવસમા સમગ્ર હકીકત સામે આવી જશે.

અન્ય સમાચારો પણ છે...