તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:એરપોર્ટનું થ્રીડી મોડેલ કલેક્ટર કચેરીમાં મુકાશે, હિરાસર એરપોર્ટની કામગીરી અંગે બેઠક

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાના હિરાસર ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જે અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના હિરાસર ખાતે નિર્માણાધીન વૈશ્વિક કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું 3-ડી મોડેલ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે મૂકવા આયોજન છે.

અત્યાર સુધીમાં એરસ્ટ્રીપના સરફેસનું 40% જેટલું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી પી.સી.પરમાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સિનિયર મેનેજર દીપક કુમાર, પી.જી.વી.સી.એલ.ના જુનિ. એન્જિનિયર જે.એન.ઢોલરિયા, લેન્ડ રેકર્ડ ઓફિસના સિનિ. સુપરવાઈઝર ડી.એમ.રાવલિયા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વી.એસ.કાલરિયા હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો