રાજકોટમાં ગાંઠિયાના ભાવમાં 15% ઘટાડો:સિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં ગાંઠિયાના ભાવમાં 15% ઘટાડોસિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે આગામી સાતમ-આઠમનાં તહેવારો અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લાનાં, લોકોને વ્યાજબી ભાવે ફરસાણ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ પૂરવઠા અધિકારી અવનીબેન હરાગે ગઈકાલે રાજકોટ શહેર અને જિલ્લાના ફરસાણના 50 જેટલા વેપારીઓ સાથે બેઠક યોજી અને ફરસાણના ભાવનુપં બાંધણુ કર્યુ હતું. આ બેઠકનાં અંતે ફરસાણના વેપારીઓ તેલનાં પ્રકાર વાઈ બજાર ભાવ કરતા 15 ટકા નીચા ભાવે વેંચાણ કરવા સંપન્ન થયેલ હતાં.

કલેકટરે ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજી
રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી સહિતના તહેવારો દરમ્યાન ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને ફરસાણ રાહત દરે મળી શકે અને તહેવારો આનંદપૂર્વક ઉજવી શકે તે માટે કલેકટર અરુણ મહેશ બાબુએ ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કલેકટર દ્વારા અનુરોધ કરતા વેપારીઓ દ્વારા તા.10 ઓગસ્ટથી તા.21 ઓગસ્ટ દરમ્યાન 15% જેટલા નીચા દરે લાઈવ ફરસાણ વેચવા સહમત થયા હતાં.

નવા ભાવ અંગેની સત્તાવાર યાદી જાહેર
​​​​​​​જેને પગલે પુરવઠા વિભાગ દ્વારા નવા ભાવ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ લાઈવ ગાંઠિયા સીંગતેલમાં રૂ. 380, કપાસિયા તેલમાં 340 તેમજ પામોલીન તેલમાં રૂ.300ના ભાવે વેચવામાં આવશે. જયારે અન્ય ફરસાણ સીંગતેલમાં રૂ. 300માં, કપાસિયા તેલમાં રૂ. 270માં તેમજ પામોલીન તેલમાં રૂ.200માં વેચવામાં આવશે.