તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાજકોટમાં કોરોનાના 38 કેસ, 24 કલાકમાં 0 મૃતાંક, કેસમાં નજીવો વધારો

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજકોટ શહેરમા કોરોનાના કેસમાં નજીવો વધારો નોંધાયો થઈ રહ્યો છે. શનિવારે 31 કેસ નોંધાયા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 7 સહિત જિલ્લામાં 38 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે. પાછલા સપ્તાહમાં મૃતાંકમાં વધારો આવ્યો છે. શનિવારની સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. હાલ 185 દર્દી સારવાર હેઠળ હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે અન્ય જિલ્લાઓમાંથી રાજકોટમાં સારવાર માટે આવતા દર્દીઓની નોંધ હવે રાખવામાં આવતી નથી પહેલા દરરોજ બહારના દર્દીઓ કેટલા તે નોંધ પણ જાહેર કરાતી હતી.

આ કારણે રાજકોટ શહેરના કેટલા દર્દીઓ હોસ્પિટલાઈઝ છે તે જાણી શકાતું નથી કારણે કે, રાજકોટ મહાનગરપાલિકા ફક્ત એક્ટિવ કેસ જાહેર કરે છે. જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તારના એક્ટિવ કેસમાં કેટલા હોમ આઈસોલેશનમાં તેમજ કેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે વિગતો જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો