તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

646 કરોડની જમીન શ્રીસરકાર:સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરુદ્ધ જઈ બોગસ દસ્તાવેજના આધારે ખોટી રીતે ફાળવેલી 378 એકર જમીન ખાલસા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે તપાસ બાદ કર્યો હુકમ
 • તત્કાલીન અધિક કલેક્ટર સહિતના અધિકારીઓએ 2017માં ખાચર પરિવારને 7 યુનિટ બારોબાર ફાળવ્યા હતા

બામણબોરમાં સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા, ડેપ્યુટી કલેક્ટર વી. જે. ચૌહાણ તેમજ મામલતદાર યુ.વી. ધાવડ સહિતના અધિકારીઓએ 2017માં 378 એકર જમીન ફાળવણીનું કૌભાંડ કર્યું હતું તે કેસમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે જો કે જમીન મામલે આ કેસ ચાલતો હતો પણ રાજકોટ જિલ્લામાં કેસ આવતા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ તમામ જમીન ખાલસા કરતા જમીન કૌભાંડમાં સંડોવાયેલા લોકોની પગતળેથી જમીન ખસી ગઈ છે.

સુરેન્દ્રનગરના બામણબોર અને જીવાપરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ જઈને બોગસ દસ્તાવેજો ઊભા કરી રામકુ ખાચર સહિતના 7 સભ્યને 378 એકર જમીન ફાળવવામાં પોલીસ ફરિયાદ બાદ જમીન પરત મેળવવા માટે પ્રક્રિયા શરૂ થઈ હતી એ દરમિયાન સુરેન્દ્રનગરના 5 ગામ રાજકોટ જિલ્લામાં ભળ્યા જેમાં ઉપરોક્ત જમીન પણ આવી ગઈ હતી જેથી કેસ રાજકોટ જિલ્લામાં ચાલ્યો હતો. નાયબ મામલતદારે અપીલ કરી હતી અને નાયબ કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની કોર્ટમાં સુનાવણી ચાલી જેમાં પ્રાંત અધિકારી ગોહિલે 450માંથી 378 એકર જમીન ખોટી રીતે ફાળવ્યાનું જણાતા 15-7-2017નો હુકમ રદ કરતા આ તમામ જમીન ખાલસા થઈ છે અને તમામ યુનિટ રદ થયા છે માત્ર 72 એકર જમીન અને તે પણ મૂળ ખાતેદાર નાનભાઈ ખાચરના નામે રહી છે.

હાલ એરપોર્ટ બની રહ્યું હોવાથી ત્યાં જમીન કિંમતી બની છે. એકર દીઠ જમીનનો ભાવ અંદાજિત 1.70 કરોડ ગણતા પણ કુલ જમીન 646 કરોડની થાય છે. બીજી તરફ દસ્તાવેજ કરીને જમીન હડપ કરવામાં લાગેલા ખરીદદારોની સ્ટેમ્પ ડ્યૂટીની પણ કરોડોની રકમ પાણીમાં ગઈ છે.

જાણો, બામણબોર અને જીવાપરના જમીન ફાળવણી કૌભાંડનો સમગ્ર મામલો
બામણબોર અને જીવાપરમાં ટોચ મર્યાદાના કાયદા હેઠળ 450માંથી 378 એકર જમીન 1980માં ખાલસા થઈ હતી. આ આદેશની વિરુદ્ધમાં અપીલ થઈ હતી અને સાત વર્ષ દરમિયાન નાયબ મામલતદારથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો છતાં 1988માં સુપ્રીમ કોર્ટે ખાલસા કરવાનો નિર્ણય જ માન્ય રાખ્યો હતો. 29 વર્ષ બાદ ફરીથી આ કેસ ચાલ્યો હતો જેમાં તત્કાલીન નાયબ મામલતદાર કે જે મામલતદારના ચાર્જમાં હતા તેમણે નવો કેસ ગણી આ જમીન ફાળવવા પાત્ર ગણાવી હતી અને અલગ અલગ દસ્તાવેજો ઊભા કરી ખાચર પરિવારના 7 સભ્યને 54 એકરના યુનિટ ફાળવ્યા હતા. આ રીતે મૂળ આદેશ કે જે 450 એકરમાંથી 72 એકર ફાળવણી અને 378 ખાલસા કરવાનો હતો તેને ખોટી રીતે બદલીને 72 એકર ખાલસા અને 378 એકર ફાળવી હતી.

કાયદામાં બહેન દીકરીઓને યુનિટ આપી શકાય તેમ ન હોવા છતાં બહેનોને જમીન અપાઈ હતી. આ હુકમ ડેપ્યુટી કલેક્ટર અને અધિક કલેક્ટરે પણ મંજૂર કરી દેતા જમીન સોંપાઈ હતી. આ દરમિયાન ગાંધીનગર જમીન ફાળવણીનો હુકમ જમીન સુધારણા સચિવ પાસે જતા તેમને શંકા ગઈ હતી અને જિલ્લા કલેક્ટરને પત્ર કરી જાણ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જમીન ફરીથી ખાલસા કરવા પ્રક્રિયા આરંભાઈ હતી આ દરમિયાન તમામ જમીનના દસ્તાવેજો થઈ જતા ખરીદનારાઓ પક્ષકાર તરીકે જોડાયા હતા.

ખાચર પરિવારનું નકલી ચૂંટણીકાર્ડ બનાવી રજૂ કરાયું હતું
જમીન મેળવવા માટે ઘણા ખોટા દસ્તાવેજો ઊભા કરાયા હતા જે પૈકી બીજી પેઢીએ જેને પણ યુનિટ ફાળવીને મહત્તમ જમીન કબજે કરાવવા માટે અધિકારીઓએ કારસો રચ્યો હતો તેમાં નકલી ચૂંટણીકાર્ડ પણ બનાવાયા હતા કારણ કે, કાયદા મુજબ સગીરને યુનિટ ફાળવવા પાત્ર નથી તેથી જે તે સમયે સંતાન સગીર ન હોવાનું સાબિત કરવા માટે અને વધુ ઉંમર દર્શાવવા નકલી ચૂંટણીકાર્ડ બનાવાયું હતું.

આ લોકોના નામે યુનિટની ફાળવણી કરાઇ હતી
રામભાઈ નાનભાઈ ખાચર, રાજેશ રામકુભાઈ ખાચર, રાણબા નાનભાઈ ખાચર, વાલબા નાનભાઈ ખાચર, બોનીબેન નાનભાઈ ખાચર, સરોજબેન રામભાઈ ખાચર અને આલેંગ ખાચર નામના લોકોના નામે યુનિટ ફાળવાયા હતા.

આ લોકો જમીનકેસમાં પક્ષકાર તરીકે જોડાયા હતા
કંકુબેન નાનજીભાઈ ગઢિયા, પાર્થ દિલીપભાઈ બોદર, મૌલિક દિલીપભાઈ બોદર, ભાવેશ મનસુખભાઈ હરસોડા, કમલેશ બાવનજી ધવા, ઉમેદ જશુભાઈ ધાંધલ, જશુ શાંતુભાઈ ધાંધલ, સુધીર દેવરાજભાઈ ચાંગેલા, અજય રતિલાલ બોસમિયા, મેહુલ રતિલાલ બોસમિયા અને પ્રીતિ અજયકુમાર બોસમિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો