સતત ત્રીજા દિવસે વીજચેકિંગ:રાજકોટના પ્રહલાદ પ્લોટ, સોરઠિયાવાડી, ખત્રીવાડમાં 37 ટીમ ઉતરી, 2 દિવસમાં 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજે રાજકોટ શહેરમાં PGVCLની 37 ટીમ ઉતરી છે. - Divya Bhaskar
આજે રાજકોટ શહેરમાં PGVCLની 37 ટીમ ઉતરી છે.
  • ગઈકાલે 124 કનેક્શનમાં વીજચોરી થતી હોવાથી 40.42 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ 93 ટીમ ઉતારી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સુચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ, બોટાદ અને ભુજ ડિવિઝનમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં PGVCL દ્વારા 1.50 કરોડની વીજચોરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે. રાજકોટ શહેરમાં આજે પ્રહલાદ પ્લોટ, સોરઠિયાવાડી, ખત્રીવાડ સહિતના વિસ્તારોમાં 37 ટીમ ઉતરી છે.

સવારે 8 વાગ્યાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે ફરી PGVCL દ્વારા ભુજ, બોટાદ અને રાજકોટ શહેરમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર 1 ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 37 ટીમ દ્વારા આજે સવારે 8 વાગ્યાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રહલાદપ્લોટ, સોરઠિયાવાડી, આજી-1 અને આજી-2 હેઠળ આવતા જલારામ ચોક, ગોપાલનગર, ખત્રીવાડ, દરબારગઢ, શ્રમજીવી સોસાયટી સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ભુજ સર્કલ હેઠળ ભુજ ગ્રામ્ય વિસ્તાર ભુજોડી અને બોટાદ સર્કલ હેઠળ ગઢડા રૂરલ 1 અને 2 તેમજ ઢસા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગઈકાલે 124 કનેક્શનમાં વીજચોરી ઝડપી
આજે શરૂ કરવામાં આવેલી ચેકિંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના 11 KV પરાબજાર, 11 KV PTC, 11 KV સદગુરૂ અને 11 KV ગોપાલનગર ફીડર આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે PGVCL દ્વારા ચેકિંગ દરમિયાન 1162 કનેક્શન ચેક કરી 124 ક્નેક્શનમાંથી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 124 ક્નેક્શનમાંથી કુલ 40.42 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.