તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમ ટળશે:6 માસમાં 3.65 લાખે બંને ડોઝ લીધા, હવે 45 દિવસમાં અન્ય 3.50 લાખ લેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7.50 લાખ લોકો બંને ડોઝ લેતા પૂર્ણ વેક્સિનેશનની ટકાવારી 70 ટકા થશે જે શહેરની વસતીને હર્ડ ઈમ્યૂનિટી તરફ લઈ જશે
  • છેલ્લા સાત દિવસમાં કુલ 35000 ડોઝ અપાયા જેમાંથી 25600 લોકો બીજા ડોઝ માટે આવ્યા
  • રાજકોટમાં 18+થી વધુ વયના લોકો પૈકી 90 ટકાએ પહેલો ડોઝ લીધો, 35 ટકાને મળ્યું પૂર્ણ કવચ
  • દૈનિક રસીકરણમાં 70% જથ્થો બીજા ડોઝ, 30% પહેલા ડોઝમાં અપાય છે

રાજકોટ શહેરમાં વેક્સિનેશનની સંખ્યા વધી રહી છે જોકે છેલ્લા એક સપ્તાહનો ટ્રેન્ડ એકદમથી બદલાયો છે કારણ કે, અત્યાર સુધી દૈનિક રસીકરણમાં ડોઝના જથ્થામાં સૌથી વધારે જથ્થો પહેલો ડોઝ લેનારાઓનો હતો જ્યારે હવે તે ચિત્ર આખું બદલાઈ ગયું છે. 70 ટકા જથ્થો બીજા ડોઝ લેનારાઓ માટે વપરાય છે જ્યારે 30 ટકા જ પહેલો ડોઝ લઈ રહ્યા છે. આ સાથે ઝડપથી રાજકોટની મોટાભાગની વસ્તી બંને ડોઝ લઈને કોરોના સામે સંપૂર્ણ કવચ મેળવી રહી છે. જ્યારે 70 ટકાથી વધુ લોકો સુરક્ષિત થશે ત્યારે રાજકોટમાં ત્રીજી લહેરની શક્યતા નહિવત થઈ જશે અને આ ગતિએ માત્ર 45 દિવસમાં જ આ લક્ષ્યાંક હાંસલ થઈ શકે છે.

રાજકોટ શહેરમાં પહેલો ડોઝ લેનારની સંખ્યા 9.66 લાખે પહોંચી ગઈ છે પહેલા રાજકોટ શહેરનો ટાર્ગેટ 9.93 લાખ હતો જે નજીક આવતા જ વધારીને 10.93 લાખ કરી દેવાયો છે. જેથી હવે પહેલો ડોઝ લેનારની સંખ્યા 90 ટકાની નજીક પહોંચી છે. માર્ચ મહિનામાં બીજા ડોઝ લેવાની શરૂઆત થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 3.65 લાખ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. આ જોતા બીજા છ મહિના ફુલ વેક્સિનેશનમાં થશે તેવું લાગે પણ તેના કરતા ઘણી ઝડપ આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં થયેલા રસીકરણમાં 35000 ડોઝ વપરાયા છે જેમાંથી 25692 એટલે કે 73 ટકા રસી બીજા ડોઝ માટે વપરાઈ છે. આ સંખ્યા હજુ પણ સતત વધીને દૈનિક 8000 પર પહોંચી જશે. આ સાથે માત્ર 45 જ દિવસમાં બીજા 3.50 લાખ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા હશે.

આ સાથે બંને ડોઝ લેનારની સંખ્યા 7.10 લાખે પહોંચશે જે ટાર્ગેટ વેક્સિનેશનના 70 ટકાની નજીક પહોંચશે આટલું જ નહિ વધુ 50000 લોકો રસીનો પ્રથમ ડોઝ લેશે. બંને ડોઝ લેનારની સંખ્યા 7 લાખથી વધે અટલે કે ફુલ વેક્સિનેશન 70 ટકાથી વધે તો તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય અને ત્યારે રાજકોટ શહેર કોરોનાથી સુરક્ષિત છે તેવું કહેવાશે તેમ વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારે રાજકોટ આરોગ્ય શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું જોકે હવે તે દિવસો વધારે દૂર નથી. આ જ કારણોસર હવે રાજકોટમાં ત્રીજી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે.

90 દિવસ પૂરા થયા હોય તેવા 1.45 લાખ રસી લેવામાં બાકી
બીજો ડોઝ લેવાનો સમય થયો હોય તેવા 5000 લોકોનો દરરોજ ઉમેરો થઈ રહ્યો છે એટલે કે દર સપ્તાહે 35000નો ઉમેરો થશે. એ લોકોને રસીનો ડોઝ લેવા ઉપરાંત હજુ ઘણા લોકો પણ બાકી છે. ફેબ્રુઆરી માસથી મે મહિનાના અંત સુધીમાં જ 5.11 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો જે તમામના 90 દિવસ પૂરા થયા છે જોકે તેમાંથી 3.66 લાખે જ બીજો ડોઝ લીધો છે એટલે કે તે પૈકીના પણ 1.45 લાખ લોકો હજુ બીજો ડોઝ લેવા આવ્યા નથી. આ તમામ લોકો નિયત સમયે રસી લ્યે તો ઝડપથી હર્ડ ઈમ્યુનિટી આવશે.

આ કારણોથી બીજા ડોઝ લેનારની સંખ્યા અચાનક વધી
રાજકોટ શહેરમાં સૌથી વધારે રસીકરણ મે મહિનાના અંતમાં થયું હતું. ત્યારે માત્ર એક જ સપ્તાહમાં એક લાખ કરતા વધુ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ તમામને રસી લીધાના 84 દિવસ વિત્યા છે એટલે આ તમામ ફરીથી બીજો ડોઝ લઈ રહ્યા છે તેથી બીજા ડોઝ લેનારની સંખ્યા અચાનક વધી ગઈ છે અને આગામી દિવસોમાં આ સંખ્યા વધતી જ જશે. આ ઉપરાંત જૂનમાં જેમણે રસી લીધી છે તેઓના 84 દિવસ પૂરા થતાં તેઓ પણ બીજો ડોઝ લઈ શકશે જેથી બીજો ડોઝ લેનારાની સંખ્યા વધશે.

રાજકોટમાં 16થી 25 ઓગસ્ટ સુધી રસીકરણ

તારીખપહેલો ડોઝબીજો ડોઝ
1668024071
1761833531
182525916
195511165
2026355612
2120294342
2200
2338538063
2432997249
251276038
અન્ય સમાચારો પણ છે...