તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે 36 સેશન સાઇટ પર વેક્સિનેશન, છેલ્લા બે દિવસથી શહેર કોરોનામુક્ત, એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 31 સાઇટ પર પ્રથમ અને 3 સાઇટ પર કોવિશીલ્ડનો બીજો ડોઝ, 2 સાઇટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે

રાજકોટ શહેર આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42811 પર પહોંચી છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 11 દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા બે દિવસથી રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ ત્રીજી લહેરને લઇને મનપા, કલેક્ટર અને હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે. આજે શહેરમાં 36 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 2561 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1075 સહિત કુલ 3636 નાગરિકોએ રસી લીધી છે.

31 સેશન સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અપાઇ રહ્યો છે
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવશે. તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ જે નાગરિકોએ કોવિશીલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે

ગઇકાલે 8897 નાગરિકોએ રસી લીધી હતી
રાજકોટમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 6567 અને 45 વર્ષથી મોટી ઉંમરના 2330 સહિત કુલ 8897 નાગરિકોએ રસી લીધી હતી. આજે બપોર સુધીમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

31 સેશન સાઈટ પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અપાઇ રહ્યો છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ –ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ આંગણવાડી કેન્દ્ર
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર- અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

2 સાઈટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સાઇટ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક