આજથી યુવક મહોત્સવ:36 સ્પર્ધા અને 1350 સ્પર્ધક, 100થી વધુ નિર્ણાયકો શ્રેષ્ઠ કલા પસંદ કરશે

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • ત્રિદિવસીય મહોત્સવની સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્રના સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ઝાંખી થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રણ દિવસ 50મા યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ થઇ રહ્યો છે. બપોરે 3.30 કલાકે રાજ્યના શિક્ષણમંત્રી યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. ત્રિદિવસીય આ મહોત્સવમાં યોજાનારી સ્પર્ધાઓ થકી સૌરાષ્ટ્રના સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ઝાંખી થશે. યુવક મહોત્સવમાં કુલ 36 જેટલી સ્પર્ધાઓમાં 1350 વિદ્યાર્થી ભાગ લઇ રહ્યાં છે.

વિવિધ સ્પર્ધાઓમાંથી શ્રેષ્ઠ કલા અને ઉત્તમ પરફોર્મન્સ શોધી કાઢવા માટે 100થી વધુ નિર્ણાયકો પણ સેવા આપશે. યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, પ્રોત્સાહિત કરવા આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ ‘અમૃત કલા મહોત્સવ’નું આયોજન કરાયું છે. યુવક મહોત્સવની સાથે આજે શિક્ષણમંત્રીના હસ્તે ઓપન એર સ્ટેજ, કમ્બાઈન સાયન્સ લેબોરેટરી અને સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ કરાશે તથા આગામી સમયમાં નિર્માણ પામનાર એમ.સી.એ. ભવન, ભાષા ભવન અને નવા આઈ.ક્યૂ.એ.સી. ભવનનું ખાતમુહૂર્ત કરાશે.

આજે પાદપૂર્તિ, પોસ્ટર મેકિંગ, પ્રાચીન રાસ સહિતની સ્પર્ધા યોજાશે
23મીએ પ્રાચીન રાસ સહિતની સ્પર્ધા યોજાશે
પાદપૂર્તિ સ્પર્ધા, સાંજે 5.30 કલાકે અંગ્રેજી ભવનમાં

 • પોસ્ટર મેકિંગ, સાંજે 5.30 કલાકે શારીરિક શિક્ષણ ભવનમાં
 • પ્રાચીન રાસ, સાંજે 5.30 કલાકે, મુખ્ય રંગમંચ ખાતે
 • શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સાંજે 5.30 કલાકે સેનેટ હોલમાં
 • વેસ્ટર્ન ગ્રૂપ સોંગ, સાંજે 5.30 કલાકે, ગુજરાતી ભવનના સેમિનાર હોલમાં યોજાશે.

24મીએ કાવ્ય, વક્તૃત્વ, ક્વિઝ સ્પર્ધા યોજાશે

 • કાવ્ય પઠન, સવારે 9 કલાકે, અંગ્રેજી ભવનમાં
 • ગઝલ-શાયરી-કાવ્ય પઠન, સવારે 9 વાગ્યે, અંગ્રેજી ભવનમાં
 • ​​​​​​​ વક્તૃત્વ સ્પર્ધા, બપોરે 1 વાગ્યે, અંગ્રેજી ભવનમાં
 • પ્રાચીન રાસ, સવારે 9 વાગ્યે, મુખ્ય રંગમંચ ખાતે
 • મૂક અભિનય, બપોરે 3 વાગ્યે, સેનેટ હોલમાં યોજાશે.

25મીએ ડિબેટ સહિતની સ્પર્ધાઓ યોજાશે

 • ડિબેટ, સવારે 9 વાગ્યે, સેમિનાર હોલ ખાતે
 • ક્લે મોડેલિંગ, બપોરે 1 વાગ્યે, શારીરિક શિક્ષણ ભવન
 • દુહા-છંદ, સવારે 9 વાગ્યે, સેનેટ હોલમાં
 • ​​​​​​​ લોકગીત, સવારે 9 વાગ્યે, ગુજરાતી ભવનમાં
 • ​​​​​​​સમૂહનૃત્ય, બપોરે 1 વાગ્યે, મુખ્ય રંગમંચ ખાતે આયોજન કરાયું છે.
અન્ય સમાચારો પણ છે...