તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની અસર:રાજકોટમાં 3500 પ્લાન મુકાતા, ચાલુ વર્ષે માત્ર 525 પ્લાન મંજૂર

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 3500 જેટલા બાંધકામ પ્લાન ઇન્વર્ડ થતા હતા, પરંતુ ચાલુ વર્ષની શરૂઆત જ લોકડાઉનથી થઇ છે. જેના કારણે મનપાની ટી.પી. શાખામાં બાંધકામ પ્લાન ઇન્વર્ડની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે. 1 એપ્રિલથી 30 ઓક્ટોબર 2020 સુધીમાં રાજકોટમાં માત્ર 525 બાંધકામ પ્લાન ઇન્વર્ડ થયા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ગત નાણાકીય વર્ષમાં 3875 પ્લાન મુકાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 525 પ્લાન જ મુકાયા છે. જેમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 254 પ્લાન ઇન્વર્ડ થયા છે. વેસ્ટ ઝોનમાં 140 અને સેન્ટ્રલ ઝોનમાં 131 બાંધકામ પ્લાન મંજૂર થયા છે. પ્રતિ વર્ષ વેસ્ટ ઝોનમાં એટલે કે નવા રાજકોટમાં સૌથી વધુ બાંધકામ થાય છે.

છેલ્લા વર્ષોની વાત કરીએ તો 2017 થી 2020ના નાણાકીય વર્ષમાં સરેરાશ 3500ની સંખ્યામાં પ્લાન મુકાતા હતા. ત્રણ વર્ષમાં દસ હજારથી વધુ પ્લાન જુદા જુદા ઝોનમાંથી મુકાયા હતા. હવે ચાલુ વર્ષે માર્ચ મહિનાથી તો લોકડાઉન આવી જતા બે મહિના અન્ય તમામ વેપાર ધંધાની જેમ રિયલ એસ્ટેટને પણ બ્રેક લાગી ગઇ હતી. હવે બે મહિનાથી છૂટક પ્લાન આવી રહ્યા છે. તેમાં પણ લકઝુરિયસ પ્લાન ઓછા છે અને વ્યક્તિગત મકાનના પ્લાન કે નાના મોટા કોન્ટ્રાક્ટરના પ્લાન વધુ છે. જો કે હવે ગુજરાતી નવા વર્ષમાં નવા પ્લાન મુકાઈ તેવી શકયતા છે અને દર વર્ષે મુકાતા પ્લાન જેટલા જ બાંધકામ નવા વર્ષમાં થાય તેવી પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો