‘​​​​​​​કર્મ જ ધર્મ’:શ્રાવણમાં દાઢી રાખવા રાજકોટના 350 પોલીસકર્મીએ મંજૂરી માંગી, પરંતુ કમિશનરે નામંજૂર કરી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજુ  ભાર્ગવ, પોલીસ કમિશનર, રાજકોટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર, રાજકોટ - ફાઇલ તસવીર
  • પોલીસ મેન્યુઅલમાં કોઇ જોગવાઇ ન હોવાથી મંજૂરી ના અપાઈ
  • દાઢી રાખવા ઇચ્છતાં કર્મીઓ એક મહિનો રજા પર જઇ શકશે

શ્રવાણ મહિનામાં શિવજીના અનુષ્ઠાન માટે દાઢી વધારવા માટે પોલીસ કર્મચારીઓને પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ શ્રાવણ મહિનાનું આસ્થાનું કારણ દર્શાવીને આ મહિનો દાઢી વધારવા મંજૂરી માગી હતી પરંતુ પોલીસ કમિશનરે એકપણ કર્મચારીને મંજૂરી આપી નહોતી.

પોલીસદળ એ ડિસીપ્લીન ફોર્સછે, પોલીસનો એક ચોક્કસ યુનિફોર્મછે, પોલીસ મેન્યુઅલ મુજબ પોલીસ કર્મચારી દાઢી રાખી શકતો નથી, છેલ્લા એકાદ દશકાથી એક ટ્રેન્ડ શરૂ થયો હતો, શ્રાવણ મહિનામાં દાઢી રાખવા ઇચ્છતા પોલીસ કર્મચારીઓ શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા જિલ્લા પોલીસવડા કે પોલીસ કમિશનરની મંજૂરી મેળવતા હતા અને જો તેમને આસ્થાના મુદ્દે મંજૂરી આપવામાં આવે તો શ્રાવણ મહિનામાં પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ ચાલું હોવા છતાં દાઢી રાખતા હતા.

શ્રાવણ મહિનો શરૂ થયો છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ આ એક મહિનો દાઢી રાખવાની મંજૂરી માગી હતી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આવી મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જોકે આસ્થા અને ધર્મની વાત હોવાથી કોઇ અધિકારી કે કર્મચારી શ્રાવણ મહિનામાં દાઢી રાખવા ઇચ્છતા હોય તો તેમણે રજા પર ઉતરી જવા અને શ્રાવણ મહિનો પુરો થયે ફરજ પર હાજર થઇ શકશે તેવી છુટ આપીછે.

‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચતીમાં કમિશનર ભાર્ગવે કહ્યું હતું કે, પોલીસ મેન્યુઅલમાં આવી કોઇ જોગવાઇ નહી હોવાથી મંજૂરી આપવામાં આવી નથી, તેમણે એમપણ કહ્યું હતું કે, પોલીસનો એક ચોક્કસ યુનિફોર્મછે, આ મહિનામાં 15મી ઓગષ્ટ સહિતના રાષ્ટ્રિય પર્વ પણ આવેછે અ્ને મેળા સહિતના બંદોબસ્ત પણ હોયછે ત્યારે પ્રજાની વચ્ચે રહેતી પોલીસ નિયમોનું પાલન કરે તે આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...