તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણીઓ સબક લો:રાજકોટમાં સિલાઇકામ કરતી સાસુ-વહુએ કલેક્ટરને કોરો ચેક આપ્યો, કહ્યું- જેટલા રૂપિયા ભરવા હોય તેટલા ભરો, કોરોનામાં ખર્ચ કરો

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • આ રકમ જરૂરિયાતવાળા લોકોને કરીયાણું અને દવા માટે વાપરવા કલેક્ટરે જણાવ્યું
  • સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પૂરો પાડ્યો

રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની બીજી ઘાતક લહેરે અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. ઓક્સિજન, રેમડેસિવર ઇન્જેક્શન અને દાખલ થવા માટે લોકોએ રઝળપાટ કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓને પણ શરમાવે તેવું કાર્ય રાજકોટની સાસુ-વહુની જોડીએ કરી બતાવ્યું છે. 35 વર્ષથી સાસુ નિર્મળાબેન અને 5 વર્ષથી વહુ ખૂશ્બુબેન સિલાઇકામ કરી રહ્યાં છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાસુ-વહુએ પોતાની જીવનભરની પુંજી કોરોનામાં હેરાન-પરેશાન થતા લોકોને આપવા નક્કી કર્યું. બંને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટર રેમ્યા મોહનને કોરો ચેક આપી કહ્યું કે આમાં તમારે જેટલા રૂપિયા ભરવા હોય તેટલા ભરી દ્યો. આ સાંભળી કલેક્ટર પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

કલેક્ટરે સાસુ-વહુને નારી સન્માનથી બિરદાવ્યા
સાસુ નિર્મળાબેન 35 વર્ષથી સિલાઈ અને ભરતકામ કરે છે. વહુ ખૂશ્બુબેન 5 વર્ષથી સિલાઈ કામ કરે છે. સાસુએ તથા વહુએ વર્ષોથી કરેલી મહેનતની પૂંજી દાનમાં આપી છે. આ અનુદાન સાસુ-વહુએ પોતાની પાસે ન રાખ્યું અને જિલ્લા કલેકટરને આપવા માટે ગયા હતા. સાસુ-વહુએ જિલ્લા કલેકટરને કોરો ચેક આપ્યો અને કહ્યું ભરી દ્યો. જિલ્લા કલેક્ટરે ચેક ન લીધો અને સેવા માટે આ રૂપિયા વાપરવા માટે જણાવ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટરે સાસુ-વહુની કામગીરીને બિરદાવી અને નારી સન્માન કર્યું. આ રકમ જરૂરિયાતવાળા લોકોને કરીયાણું અને દવા માટે વાપરવા કલેક્ટરે જણાવ્યું હતું.

સાસુ નિર્મળાબેન 35 વર્ષથી સિલાઇ અને ભરતગૂંથણનું કામ કરે છે.
સાસુ નિર્મળાબેન 35 વર્ષથી સિલાઇ અને ભરતગૂંથણનું કામ કરે છે.

અનેક લોકોને અનુદાન આપ્યું
રાજકોટની સાસુ-વહુની આ જોડીને ધન્ય છે. મધ્યમ વર્ગના સાસુ-વહુની અનોખી કમાલ કપરા કાળમાં જોવા મળી છે. ભરત ગુંથણ કામ, સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પૂરા પાડ્યા છે. 50થી 60 જેટલા ઓક્સિજનના બાટલા વસાવ્યા છે. આ સેવાથી અનેક લોકોએ અનુદાન આપ્યું છે. લોકોની મદદે આવનાર વહુ ખૂશ્બુબેન આકાશભાઈ દાવડા અને સાસુ નિર્મલાબેન મહેન્દ્રભાઈ દાવડાનું કલેક્ટરે સન્માન કર્યું હતું.

વહુ 5 વર્ષથી સિલાઇકામ કરે છે.
વહુ 5 વર્ષથી સિલાઇકામ કરે છે.

જરૂરિયાતમંદ લોકોનો પરિવાર સારી રીતે ચાલે એ જ અમારો હેતુ-ખૂશ્બુબેન
ખૂશ્બુબેને જણાવ્યું હતું કે, અમે લોકો અત્યારે સિલાઈ કામ, મોતીનું કામ અને ભરતગુંથણ કામ કરીએ છીએ. આ દરેક કામમાંથી એક ચોક્કસ રકમ એકઠી થાય છે. અમારી જે પુંજી એકઠી થયેલી છે તેને અમે હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં ઘણાં કુટુંબો વીખાય ગયા છે કે કુટુંબને મદદરૂપ થવા માટે કલેક્ટરને આપી છે. આવા લોકોનો પરિવાર સારી રીતે ચાલે એ જ અમારો હેતુ છે. માટે અમે કલેક્ટરને કોરો ચેક આપ્યો હતો અમે કલેક્ટરને ત્યારે એ જ કહ્યું હતું કે આમાં તમારે જે રકમ ભરવી તે ભરી દ્યો.

50થી 60 ઓક્સિજન સિલિન્ડર ખરીદી લોકોને ફ્રીમાં આપે છે.
50થી 60 ઓક્સિજન સિલિન્ડર ખરીદી લોકોને ફ્રીમાં આપે છે.

કલેક્ટરે કહ્યું અત્યાર સુધી જેટલા લોકોએ દીધું તેમાંથી તમે આપેલું સૌથી મોટું
ખૂશ્બુબેને વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ હેતુ એક જ હોવો જોઈએ કે જરૂરિયાતમંદ પરિવારો સુધી આ રકમ પહોંચવી જોઈએ. એ વખતે કલેક્ટરે પણ અમને ગર્વ અનુભવ કરાવ્યો અને કહ્યું હતું કે, બેન તમે અત્યારે નારી શક્તિ તરીકે આવ્યા છો અને તમારી શક્તિને હું પ્રણામ કરું છું. તમારા કામને બિરદાવું છું, અત્યાર સુધી જેટલા લોકોએ પણ જે કંઈ અર્પણ કર્યું છે તેના કરતાં તમે જ દીધુ એ સૌથી મોટું છે. તમે સાસુ વહુ થઈને અમને રકમ આપો છો મારા માટે ગર્વની વાત છે.

જરૂરિયાતમંદ લોકોને સેનિટાઇઝરની બોટલ આપે છે.
જરૂરિયાતમંદ લોકોને સેનિટાઇઝરની બોટલ આપે છે.
અન્ય સમાચારો પણ છે...